હોમ પેજ / રેસિપી / ઘારવડા ને પીળી ચટણી

Photo of Ghaarwada and pili chatni by Hiral Hemang  Thakrar at BetterButter
940
5
0.0(0)
0

ઘારવડા ને પીળી ચટણી

Sep-24-2018
Hiral Hemang Thakrar
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘારવડા ને પીળી ચટણી રેસીપી વિશે

હાંડવા ઢોકળાનાં લોટમાંથી બનતા ક્રિસ્પી વડા અને સાથૈ શિંગદાણા મરચાંની પીળી ચટણી.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘારવડા બનાવવા માટે હાંડવા ઢોકળાનો લોટ 1 વાટકો ( 100 ગ્રામ ખીચડીયાચોખા 50 ચણાનીદાળ અને 25 ગ્રામ અડદનીદાળ સાથે કરકરું દળાવી લેવું)
  2. ચણાનીદાળ પલાળેલી 2 ચમચી
  3. ખાટી છાશ 1 ગ્લાસ
  4. આદું-મરચાંની પેસ્ટ 1 ચમચી
  5. મરચું મીઠું ધાણાજીરૂ જરૂરિયાત મુજબ
  6. તેલ તળવા માટે
  7. પીળી ચટણી બનાવવા માટે 3 લીલામરચાં
  8. શિંગદાણા 50 ગ્રામ
  9. હળદર મીઠું ખાંડ સ્વાદમુજબ
  10. લીંબુનો રસ 2 ચમચી

સૂચનાઓ

  1. હાંડવા ઢોકળાનો લોટ લઈને ખાટી છાશ ઉમેરી 6 7 કલાક માટે આથો આવવા મુકી રાખો.... સવારે ટિફિનમાં આપવું હોય તો રાત્રે આથી દેવું.
  2. જ્યારે બનાવવા હોય ત્યારે એમાં પલાળેલી ચણાનીદાળ, મરચું મીઠું ધાણાજીરૂ આદું-મરચાંની પેસ્ટ ઉમેરી થોડું ગરમ તેલ ઉમેરી ખીરું તૈયાર કરો.
  3. એ દરમિયાન તેલ ગરમ થવા મુકી દો. હવે હાથેથી નાના નાના વડા મુકો.
  4. ગોલ્ડન કલરના ક્રિસ્પી વડા તળી લો.
  5. હવે પીળી ચટણી બનાવવા માટે મિકસર જારમાં શિંગદાણા સમારેલા લીલામરચાં ખાંડ મીઠું હળદર લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી લો... જરૂર લાગે તો 1ચમચી પાણી ઉમેરો.
  6. લો તૈયાર છે ઘારવડા ને પીળી ચટણી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર