હોમ પેજ / રેસિપી / મેથી મસાલા રાઈસ

Photo of Methi Masala Rice by Rani Soni at BetterButter
469
2
0.0(0)
0

મેથી મસાલા રાઈસ

Sep-24-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મસાલા રાઈસ રેસીપી વિશે

મેથી મસાલા રાઈસ અે જલદી બનતી અને સૌને ભાવતી વાનગી છે. માત્ર તંદુરસ્ત જ નહીં પણ ઝડપી અને સરળ પણ છે. આ સ્વાદિષ્ટ વાનગી ને ચોકકસ થી બનાવજો .ઘર માં તમારા પરિવાર ને અચૂક ભાવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા
  2. 1 /2 કપ સમારેલી મેથી
  3. 2 ચમચી તેલ
  4. 1/2 ચમચી જીરુ
  5. 1 /2 ડુંગળી સમારેલી
  6. 1 ચમચી આદુ,મરચાં,લસણ પેસ્ટ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 /4 નાની ચમચી ગરમ મસાલો
  9. મીઠું જરુર મુજબ
  10. 1/2 નાની ચમચી મરચું પાવડર
  11. 1 ચમચી લીંબુ નો રસ
  12. ટામેટા ,પાપડ,કોથમીર, મેથી પાન સજાવવા જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં તેલ લો ગરમ થાય અેટલે જીરું નાંખો
  3. લીલા મરચા ,લસણ, આદુ પેસ્ટ ઉમેરી સાંતળો
  4. હવે ડુંગળી ઉમેરી સાંતળો
  5. ડુંગળી આછી ગુલાબી થાય અેટલે મેથી ઉમેરી
  6. મીઠું,હળદર ઉમેરો બરાબર મિક્સ કરી
  7. પલાળી રાખેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  8. લાલ મરચુ પાવડર,ગરમ મસાલો ઉમેરી
  9. 2 કપ પાણી ઉમેરી મિકસ કરો
  10. લીંબુ નો રસ ઉમેરો
  11. 2 સિટી લઈ લો
  12. ગેસ બંધ કરો
  13. કૂકર ઠંડુ થાય અેટલે મેથી મસાલા રાઈસ ને ટામેટા,પાપડ,કોથમીર,મેથી ના તાજા પાન થી ગાર્નિશ કરી
  14. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મેથી મસાલા રાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર