હોમ પેજ / રેસિપી / નમકપારા

Photo of Namakpara by safiya abdurrahman khan at BetterButter
209
1
0.0(0)
0

નમકપારા

Sep-26-2018
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નમકપારા રેસીપી વિશે

સામાન્ય રીતે મેંદા માંથી બને છે,પણ જ્યારે હુ નાની હતી ત્યારે મારી મમ્મી હમેશા ઘઉં નાં લોટ માંથી બનાવતી હતી, એટ્લે મે પણ ઘઉં નાં લોટ માંથી બનાવ્યા છે, ટે એટલાં જ કરકરા અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ઉત્તર ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ ૨ કપ
  2. અજમો ૧/૪ નાની ચમચી
  3. મરીનો ભૂકો ૧/૪ નાની ચમચી
  4. ઘી ૨ મોટી ચમચી
  5. પાણી ૧/૨ થી ૩/૪ કપ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. તેલ તળવા

સૂચનાઓ

  1. ઘઉં નાં લોટ મા મીઠુ, અજમો, મરી નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો.
  2. ઘી ઉમેરી ૫ ૭ મિનીટ લોટ ને મસળતા રહો, જેથી નમકપારા કરકરા બને.
  3. થોડુ થોડુ પાણી નાખી સખત કણેક બાંધો.
  4. લોટ બધાંય જાઇ તો મધ્યમ આકાર નો લૂઓ લઇ સુકા લોટ મા રગદોળી રોટલી વણો.
  5. રોટલી મધ્યમ રાખો, વધારે જાડી નહીં કે વધારે પાતળી નહીં.
  6. છૂરી ની મદદ થી ડાઈમંડ આકાર મા કાપી લો.
  7. કડાઈમાં તેલ ગરમ કરી નમકપારા સોનેરી અને કરકરા તળી લો.
  8. પેપર નેપકીન પર કાઢી વધારાનો તેલ કાઢી લો.
  9. એર ટાઈટ ડબ્બા મા ભરી દો અને જ્યારે બાળકો નાં ટિફિન મા આપવું હોય ત્યારે આપી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર