હોમ પેજ / રેસિપી / જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ

Photo of Jira Aloo Sprouts Roti Roll by Bharti Khatri at BetterButter
904
5
0.0(0)
0

જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ

Sep-26-2018
Bharti Khatri
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ રેસીપી વિશે

આ બાળકો માટે એકદમ સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. આ બટાકા ને જીરા મા વઘારી ને ફણગાવેલ કઠોળ થી બનાવેલ છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ બાઉલ ફણગાવેલ કઠોળ
  2. ૨ બાફેલા બટાકા
  3. ૪ ઘી ચોપડેલ ફૂલકા રોટલી
  4. ૧૧/૨ ચમચી જીરુ
  5. પ્રમાણસર તેલ
  6. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચી ધાણા પાઉડર
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ લીંબુનો રસ
  10. ચપટી ખાંડ
  11. જરુર પ્રમાણે ટોમેટો કેચપ
  12. સ્વાદમુજબ મીંઠુ

સૂચનાઓ

  1. બટાકા ને બાફી છોલી ને સમારી લેવા.
  2. મગ ને પલાળીને ફગાવી લેવા
  3. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખી બટાકા અને ફણગાવેલ મગ મિક્સ કરી તેમા લાલ મરચુ પાઉડર, હળદર,ધાણા પાઉડર, ખાંડ અને મીંઠુ નાખી ને બરાબર મિક્સ કરવુ અને પાંચ મિનિટ ઢાંકી ને થવા દેવુ.
  4. હવે પાંચ મિનિટ પછી ઢાંકણ હટાવી લેવુ અને તેમા લીંબુનો રસ ભેળવીને બે મિનિટ શેકાવા દઇ ગેસ બંધ કરી દેવો.
  5. હવે આપણે રોટલી બનાવી છે તેમ ઘઉંના લોટ ની રોટલીયો બનાવી લેવી અને ઘી ચોપડી લેવુ.
  6. હવે એક રોટલી લઈ તેના પર ટોમેટો કેચપ બરાબર લગાવો લેવું.
  7. હવે જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટલી ની વચ્ચે પાથરવું
  8. હવે રોટલી ના રોલ વાળી તેને ટોમેટો કેચપ થી સજાવુ.
  9. તૈયાર છે જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ બાળકો માટે ટેસ્ટી અને લાજવાબ નાસ્તો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર