હોમ પેજ / રેસિપી / ઓપન વેજ લોફ

Photo of Open Veg Loaf by Anjali Kataria at BetterButter
392
5
0.0(0)
0

ઓપન વેજ લોફ

Sep-27-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓપન વેજ લોફ રેસીપી વિશે

સેન્ડવીચ એ એક ખાદ્ય પદાર્થ છે. જેમાં બે કે તેના કરતા વધારે બ્રેડની સ્લાઈસ હોય છે આ બ્રેડની સ્લાઈસ વચ્ચે કંઇક ભરવા માં આવે છે. અથવા તો ટોપિંગ્સ ની સાથે બ્રેડની એક સ્લાઈસ હોય છે જેને ઓપન સેન્ડવીચ કહે છે. આજે મેં પણ આ પ્રકારે નાના બાળકોની ટિફિન રેસીપી માટે ઓપન વેજ લોફ (સેન્ડવીચ) બનાવી છે. જેમાં મેં કલરફુલ શાકભાજીનો ઉપયોગ કર્યો છે. અને ચીઝનું ટોપિંગ આપ્યું છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે. તથા ઓછા સમયમાં બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • શેકેલું
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) ટૉપિંગ માટે
  2. ૨ બ્રેડ ની સ્લાઈસ
  3. ૧ જીણો સમારેલો કાંદો
  4. ૧/૨ કપ લાલ, લીલા અને પીળા બારીક સમારેલાં કેપ્સિકમ મરચાં
  5. ૨ મોટી ચમચી બાફેલી મકાઈ ના દાણા
  6. ૧/૨ નાની ચમચી આદુ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ચપટી ચાટ મસાલો
  9. ચપટી મરી પાઉડર
  10. ૨ ક્યૂબ ચીઝ
  11. ૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  12. ૧ નાની ચમચી ઓરિગેનો
  13. ૨ ચમચી બટર/માખણ
  14. બ) શેકવા માટે
  15. બટર/માખણ
  16. ક) લીલી ચટણી માટે
  17. ૨-૩ લીલી મરચી
  18. ૧-૨ લસણ ની કળી
  19. ૧/૪ કપ શીંગ દાણા (શેકી ને ફોતરા કાઢેલી)
  20. ૧/૪ કપ ભુજીયા સેવ
  21. મુઠ્ઠી ભરીને કોથમીર
  22. ૧ નાની ચમચી લીંબુ નો રસ
  23. મીઠુ સ્વાદ અનુસાર
  24. જરૂરત પડે તો પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્ષ્ચર ની જાર લો.
  2. તેમાં લીલી મરચી, લસણ, સીંગના દાણા, ભુજીયા સેવ, કોથમીર, લીંબુ નો રસ અને મીઠું નાખી ને પીસી લો.
  3. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
  4. સરસ ચટણી બનાવી લો.
  5. એક વાડકીમાં કાઢીને એક તરફ મુકો.
  6. એક બાઉલ લો.
  7. તેમાં કલરફુલ કેપ્સિકમ મરચા, કાંદા, બાફેલી મકાઈ અને આદું ની પેસ્ટ ઉમેરો.
  8. બરાબર મિક્સ કરી લો.
  9. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો.
  10. આ મિશ્રણને એક તરફ મુકો.
  11. હવે એક ઢોસા ની પેન લો.
  12. બ્રેડ ની એક તરફ બટર લગાવીને તેને બરાબર શેકી લો.
  13. એક તરફ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
  14. હવે બ્રેડના બે ટુકડા કરી લો.
  15. શેકાયેલી બાજુ પર બટર લગાવો.
  16. લીલી ચટણી પણ લગાવો.
  17. તેના પર તૈયાર થયેલું મિશ્રણ પાથરો.
  18. હવે તેના પર ચીઝ ખમણી ને નાખો.
  19. પેન માં થોડું બટર ગરમ કરવા મૂકો.
  20. હવે બ્રેડની નીચેની બાજુ ને શેકી લો.
  21. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો.
  22. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  23. હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.
  24. ગરમાગરમ ટોમેટો કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર