હોમ પેજ / રેસિપી / ભૂંગળા બટાકા

Photo of Bhungla Bataka by Shraddha Patel at BetterButter
848
8
0.0(0)
0

ભૂંગળા બટાકા

Sep-29-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભૂંગળા બટાકા રેસીપી વિશે

બાળકો ના ખુબજ પ્રિય એવા ભૂંગળા ફ્રાઇમ્સ સાથે લસણીયા બટાકા બનાવેલા છે. મોટા લોકો પણ હોંશે થી ખાય છે. એકદમ સરળતા થી બની જશે ભૂંગળા બટાકા.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. પાંચ થી છ નંગ બટાકા
  2. ભૂંગળા
  3. એક ચમચી લસણ ની પેસ્ટ
  4. બે ચમચી લાલ મરચું પાવડર
  5. એક ચમચી કાશ્મીરી મરચું પાવડર
  6. એક ચમચી ધાણાજીરું પાવડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. એક કપ પાણી
  9. બે ચમચી તેલ
  10. બે ચમચી સૂકા ટોપરા નું ઝીણું છીણ
  11. એક લીંબુ નો રસ
  12. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  13. ત્રણ ચમચી બારીક સમારેલી ડુંગળી
  14. ત્રણ ચમચી મસાલા શીંગદાણા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકા મા મીઠું નાખી બાફી લો.
  2. ભૂંગળા તળી ને એર ટાઈટ ડબ્બા મા ભરી લો જેથી હવા ના લાગી જાય.
  3. બટાકા બફાઈ ગયા બાદ તેની છાલ કાઢી અને તેના મીડીયમ સાઈઝ ના કટકા કરી લો.
  4. હવે એક કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો.
  5. હવે તેમાં લસણ ની પેસ્ટ સાંતળો.
  6. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ચપટી મીઠું અને ટોપરા નું છીણ નાખી એક મિનિટ માટે સાંતળો.
  7. ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરી ઉકાળો.
  8. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરો.
  9. બાફેલા બટાકા ના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  10. હવે એક પ્લેટ મા લસણીયા બટાકા લો. તેના પર કોથમીર, ડુંગળી અને મસાલા શીંગદાણા નાખી ભૂંગળા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર