BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સાદા પેપર ઢોંસા અને ચટણી

Photo of Paper Dosa And Chutney by Krupa Shah at BetterButter
697
5
0(0)
0

સાદા પેપર ઢોંસા અને ચટણી

Sep-29-2018
Krupa Shah
720 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાદા પેપર ઢોંસા અને ચટણી રેસીપી વિશે

ઢોંસા નું ખીરું આગલે દિવસે તૈયાર કરી ને રાખ્યું હોઈ તો ટીફીન માં ઢોંસા આપવાનું સરળ રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • પેન ફ્રાય
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ અડદ ની દાળ
  2. ૭-૯ મેથીના દાણા
  3. ૨ મોટી ચમચી પૌંઆ
  4. ૨ કપ ઈડલી રવો
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. ટોપરાની ચટણી માટે:
  8. ૧ તાજું લીલું ટોપરું
  9. ૩ લીલા મરચાં
  10. ૧" નો આદું નો ટુકડો
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. વઘાર માટે:
  13. ૧ મોટી ચમચી તેલ
  14. ૧/૨ નાની ચમચી રાઈ
  15. ૧/૨ નાની ચમચી જીરું
  16. ૧ નાની ચમચી અડદ ની દાળ
  17. ૪-૫ મીઠા લીંબડા ના પાન

સૂચનાઓ

  1. એક બાઉલ માં અડદ ની દાળ, મેથી દાણા અને પૌંઆ ધોઈ ને પલાળી દો ૪-૫ કલાક માટે.
  2. બીજા બાઉલ માં ઈડલી રવો ધોઈ ને એને પણ ૪-૫ કલાક માટે પલાળી રાખો.
  3. અડદ ની દાળ વાળું મિશ્રણ મિક્સચર માં પીસી લો બરાબર.
  4. ઈડલી રવા નું પાણી કાઢી લો.
  5. પીસેલું અડદ ની દાળ નું મિશ્રણ અને ઈડલી રવો બરાબર મિક્ષ કરીને એક ગરમ જગ્યા પર મૂકી દો ૭-૮ કલાક માટે.
  6. આથો આવી જાય એટલે જરૂર મુજબ પાણી અને મીઠું નાંખી ખીરા ના ઢોંસા ઉતારી લેવા.
  7. ચટણી માટે: ચટણી ની સામગ્રી લઈ ને જરૂર મુજબ પાણી નાખી મિક્સચર માં વાટી લો.
  8. તેલ ગરમ કરી વઘાર ની સામગ્રી ઉમેરી, રાઈ તતળે એટલે વઘાર વાટેલી ચટણી માં ઉમેરી દો.
  9. તૈયાર ઢોંસા ને ચટણી સાથે આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર