બનારસી ચુડા મટર | Banarasi Chuda Matar Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Banarasi Chuda Matar by Bharti Khatri at BetterButter
બનારસી ચુડા મટરby Bharti Khatri
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

0

બનારસી ચુડા મટર વાનગીઓ

બનારસી ચુડા મટર Ingredients to make ( Ingredients to make Banarasi Chuda Matar Recipe in Gujarati )

  • ૧ બાઉલ પૌંવા
  • ૧ બાઉલ લીલા વટાણા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચો કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ લીંબુનો રસ
  • ચપટી હીંગ
  • ૨ ચમચી ખાંડ
  • ૨-૩ લીલામરચા
  • ૧ કઢીલીમડા ની ડાળી
  • ઘી પ્રમાણસર
  • મીંઠુ સ્વાદમુજબ

How to make બનારસી ચુડા મટર

  1. સૌ પ્રથમ બધીજ સામગ્રી એકઠી કરી લેવી તેથી બનાવવા મા સરળતા રહે.
  2. પૌંવા ને ધોઈને તેમા મીંઠુ, ખાંડ અને હળદર નાખવી.
  3. હવે તેમા લાલ મરચુ પાઉડર નાખવો.
  4. હવે બધો નાખેલ મસાલો બરાબર મિક્સ કરી રાખો.
  5. હવે ઘી ગરમ કરી તેમા કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા થોડા શેકી ડીશ મા કાઢી લેવા.
  6. હવે એજ ઘી મા રાઈ,જીરુ તટડાવી તેમા લીલામરચા કાપેલા, કઢીલીમડો અને હીંગ નાખી ને શેકાવા દેવુ.
  7. હવે તેમા લીલા વટાણા મિક્સ કરી કડાઈ ને ઢાંકી દેવુ અને વટાણા ચઢવા(બફાવા)દેવા.
  8. વટાણા ચઢી જાય એટલે તેમા મસાલો મિક્સ કરેલા પૌંવા મિક્સ કરી લેવા.
  9. હવે તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો અને શેકેલા શીંગદાણા, કાજુ અને દ્રાક્ષ પણ નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવુ.
  10. હવે તેમા લીંબુનો રસ ભેળવીને બરાબર મિક્સ કરી લેવુ.
  11. હવે તૈયાર છે બનારસી ચુડા મટર આપ આ નાસ્તો બાળકો ને નાસ્તા મા સ્કૂલ મા આપી શકો છો અને ઘરમાં મહેમાન કે પછી આપણા માટે પણ સવાર ના નાસ્તા મા ચા,કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો.

My Tip:

તમે તેમા ટામેટા,ગાજર કે કાકડી પણ નાખી શકો છો.

Reviews for Banarasi Chuda Matar Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો