સાબુદાણાની ખીચડી | SABUDANA KHICHADI Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • SABUDANA KHICHADI recipe in Gujarati, સાબુદાણાની ખીચડી, Krupa Shah
સાબુદાણાની ખીચડીby Krupa Shah
  • તૈયારીનો સમય

    4

    Hours
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

5

0

સાબુદાણાની ખીચડી વાનગીઓ

સાબુદાણાની ખીચડી Ingredients to make ( Ingredients to make SABUDANA KHICHADI Recipe in Gujarati )

  • ૧ કપ સાબુદાણા
  • ૧/૨ કપ શેકેલા સીંગદાણા નો અધકચરો ભૂક્કો.
  • ૨ નાના બાફેલા બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૨ નાની ચમચી ખાંડ
  • ૧ નાની ચમચી આદું ની પેસ્ટ
  • ૧/૨ લીંબૂ નો રસ
  • વઘાર માટે:
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી રાઇ
  • ૧ નાની ચમચી જીરું
  • ૧/૨ નાની ચમચી સફેદ તલ
  • ૫-૭ મીઠાં લીંબળા નાં પાન
  • ૨ લીલા મરચાં - ટુકડા કરેલાં

How to make સાબુદાણાની ખીચડી

  1. સાબુદાણા પાણી થી ધોઈ નાખો અને ૪-૫ કલાક પલાડી રાખો.
  2. સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવું.
  3. એક નોન-સ્ટિક પેન માં તેલ ગરમ કરી લો.
  4. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, તલ, મીઠાં લીમડાનાં પાન અને લીલા મરચાં ઉમેરી દો.
  5. રાઈ તતળે એટલે બાફેલા બટેટા ના ટુકડાક ઉમેરી દો.
  6. થોડી વાર સાંતળી ને પછી સાબુદાણા માં વધારાનું પાણી જો હોઈ તો કાઢી નાંખો અને પેન માં ઉમેરી દો.
  7. હવે મીઠું, ખાંડ, આદું ની પેસ્ટ અને સીંગદાણા નો ભુક્કો નાખી દો.
  8. થોડી વાર ચડવા દો.
  9. સાબુદાણા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ નાંખીને બરાબર મિક્ષ કરો.
  10. તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

Reviews for SABUDANA KHICHADI Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો