BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાવ ભાજી કુલચા

Photo of PAAVBHAJI KULCHA by Krupa Shah at BetterButter
0
6
0(0)
0

પાવ ભાજી કુલચા

Sep-30-2018
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવ ભાજી કુલચા રેસીપી વિશે

આ વાનગી માં કુલચા માં પાવભાજી ના સ્વાદ વાળું પુરાણ ભરીને બનાવીયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કુલચા માટે -
  2. મેંદો 1/2 કપ
  3. ઘઉં નો લોટ 1/2 કપ
  4. મીઠું 1/4 ચમચી
  5. બેકિંગ પાવડર 1 ચમચી
  6. દહીં 2 ચમચા
  7. નવશેકું પાણી જરૂર મુજબ (લોટ બાંધવા)
  8. સ્ટફિંગ માટે ની સામગ્રી :
  9. તેલ 1 ચમચો
  10. જીણા સમારેલાં ડુંગળી અને ટામેટા 1/4 કપ
  11. શિમલા મિર્ચ 2 ચમચા
  12. બાફીને મસળેલા બટેટા 2 નંગ
  13. સ્વાદ પ્રમાણે મીઠું
  14. હળદર 1/2 ચમચી
  15. લાલ મરચું પાવડર 2 ચમચી
  16. સૂકી લસણ ની ચટણી 1 ચમચો
  17. પાવ ભાજી નો મસાલો 1 ચમચો
  18. જીણી સમારેલી કોથમીર 1 ચમચો
  19. લીંબુ નો રસ ૧/૨ ચમચી
  20. મેંદો 1-2 ચમચી (અવશક્તા અનુસાર)

સૂચનાઓ

  1. કુલચા નો લોટ ની રીત: કુલચા ની સામગ્રી એક બાઉલ માં ભેગી કરી નરમ રોટલી જેવો લોટ બાંધી લો.
  2. ઢાંકી ને ગરમ જગ્યા પર અડધા કલાક માટે મૂકી રાખો.
  3. ત્યારબાદ લોટ ને તેલ લગાવી ફરી થી મસળી લો.
  4. સ્ટફિંગ માટે ની રીત: એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં ડુંગળી, ટામેટાં નાખી સાંતળો.
  5. સાંતળાઈ જાય પછી તેમાં શિમલા મરચાં ઉમેરો.
  6. તેમાં મીઠું, હળદર, લાલ મરચુ, લસણ ની ચટણી અને પાવ ભાજી નો મસાલો ઉમેરો.
  7. થોડું પાણી નાખો સાથે બાફેલા અને મસળેલા બટાકા ઉમેરો.
  8. હવે તેમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરો.
  9. મિશ્રણ થોડું જાડું થાય એટલે થોડો મેંદો ઉમેરો.
  10. હવે કુલચા ના લોટ નો લૂઓ લઈ હાથ થી ફેલાવો.
  11. તેમાં સ્ટાફિંગ મુકો.
  12. હવે બરાબર લોટ થી કવર કરી લો.
  13. કુલચા ને ગોળ કે લંબગોળ વણી લો.
  14. કુલચા ને તવા પર બટર લગાવી શેકી લો.
  15. પાવભાજી કુલચા ને ટમેટા સોસ સાથે આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર