હોમ પેજ / રેસિપી / મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

Photo of Masala paniyaram with tomato chutney by Harsha Israni at BetterButter
667
7
0.0(0)
0

મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

Sep-30-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની રેસીપી વિશે

આ ડીશ સાઉથ ઈન્ડિયન છે જે ડોસાના ખીરામાંથી બનાવેલ છે આમ તો સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયેળ ની ચટની વધારે બને છે પણ આ ડીશ સાથે ટામેટાની ચટની બનાવી જે પૌષ્ટિક છે.બાળકોને પણ ટિફિનમાં આપી શકાય તેવી આ ડીશ ઝડપથી પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ડોસાના ખીરા માટે-
  2. ૧૧/૨ વાટકી ચોખા
  3. ૧/૨ વાટકી અડદની દાળ
  4. ૧/૪ ટી -સ્પૂન મેથીના દાણા
  5. મીઠું( સ્વાદ મુજબ)
  6. મસાલા પનીયારમ માટે-
  7. ૧ બાઉલ ડોસાનું ખીરુ
  8. ૧/૨ બાઉલ તાજા નાળિયેર(છીણેલુ)
  9. ૧ ટી-સ્પૂન રાઈ
  10. ૧ ટી -સ્પૂન લાલ મરચુ પાવડર
  11. ચપટી હીંગ
  12. તેલ શેકવા માટે
  13. ટોમેટો ચટની માટે-
  14. ૨ ટી -સ્પૂન તેલ
  15. ૫-૬ નંગ લસણની કળી(ઝીણુ સમારેલુ)
  16. ૨-૩ નંગ ટામેટા(ઝીણુ સમારેલુ)
  17. ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  18. મીઠુ઼( સ્વાદ મુજબ )
  19. ચટનીના વગાર માટે-
  20. ૧ ટી-સ્પૂન તેલ
  21. ૧ ટી-સ્પૂન રાઈ
  22. ૫-૭ મીઠા લીમડાના પાન

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલમાં ચોખા ,મેથીના દાણા અને અડદની દાળ ને પાણીમાં ૬-૭ કલાક માટે પલાળીને મીકસરમાં પીસીને ડોસાનું ખીરુ( થોડું જાડું )તૈયાર કરી તેમાં મીઠું ઉમેરી ૪-૫ કલાક તાપમાં આથો આવે ત્યાં સુધી મૂકો .
  2. તૈયાર થયેલા ડોસાના ખીરામાં છીણેલું નાળિયેર,લાલ મરચુ પાવડર,રાઈ ,હીંગ ઉમેરી પનીયારમ માટેનુ ખીરુ તૈયાર કરો.
  3. તૈયાર કરેલા પનીયારમના ખીરામાંથી તેલથી ગ્રીસ કરેલા અપ્પેના સ્ટેન્ડમાં ચમચા વડે ખીરુ નાખીને ધીમી આંચે ઢાંકણથી ઢાંકીને ૫ મિનિટ ચડવા દો.
  4. પનીયારમને બીજી બાજુ પલટાવીને ફરી ૫ મિનિટ માટે ફરી ધીમી આંચે ઢાંકીને ચડવા દો.
  5. તૈયાર છે મસાલા પનીયારમ
  6. ચટની માટે એક કડાઈમાં ૨ ટી-સ્પૂન તેલ ગરમ કરી લસણ,ડુંગળી ઉમેરી ૨ મિનિટ માટે સાંતળી પછી ટામેટા નાખી ૫ મિનિટ ફરી સાંતળી ગેસ બંધ કરી ઠંડુ પાડી મીકસરના જારમાં પીસીને ચટની તૈયાર કરો.
  7. એક કડાઈમાં ૧ ટી-સ્પૂન તેલ ગરમ કરી રાઈ ,મીઠો લીમડાના પાન ઉમેરી વગાર તૈયાર કરી ચટનીની ઉપર નાખો.તૈયાર છે ટોમેટો ચટની.
  8. તૈયાર છે મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર