હોમ પેજ / રેસિપી / ફ્યુઝન ચકરી

Photo of Fusion Chakli by Anjali Kataria at BetterButter
989
4
0.0(0)
0

ફ્યુઝન ચકરી

Sep-30-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્યુઝન ચકરી રેસીપી વિશે

ચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચકરી બનાવી છે. તેમજ બે ચકરી ની વચ્ચે મે ગાજર, કાકડી અને ટમેટા ની સ્લાઈસ મૂકી છે. ઉપર થી ચાટ મસાલો અને મીઠું ભભરાવી સર્વ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
  2. ૧/૪ નાની ચમચી હળદર
  3. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  4. ૧/૨ નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ
  5. ૧/૨ નાની ચમચી આદૂની પેસ્ટ
  6. ૧ નાની ચમચી ધાણા પાવડર
  7. ૧/૪ નાની ચમચી હીંગ
  8. ૨ નાની ચમચી તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ તળવા માટે
  11. ૧/૨ કપ કાકડી, ગાજર, ટમેટા ની સ્લાઈસ
  12. ચપટી ચાટ મસાલો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉંના લોટને મલમલના કપડામાં મૂકી દો.
  2. પછી તેને સખત રીતે બાંધી પોટલી તૈયાર કરી લો.
  3. તે પછી તેને ગરમ વરાળ મળે તે રીતે સ્ટીમર પર મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો.
  4. આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો.
  5. ઘઉંનો લોટ લગભગ કઠણ થઇ ગયો હશે.
  6. તેના ટુકડા કરી મિક્સરમાં ફેરવી તેને નરમ બનાવી લો.
  7. હવે તેમાં હળદર, મરચું, આદું મરચા ની પેસ્ટ, તેલ, મીઠું, હિંગ અને ધાણા પાઉડર નાખો.
  8. હવે તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ ખીચું તૈયાર કરો.
  9. હવે તેના બે ભાગ કરો.
  10. હવે એક ભાગ ને ચકરી બનવા ના મશીન માં નાખો.
  11. નાની નાની ચકરી પાડી લો.
  12. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
  13. તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી તળી લો.
  14. બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
  15. તળેલી ચકરી ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરો.
  16. જ્યારે નાના બાળક નું ટિફિન બનવા નું હોય એટલે તેમાં થી ચકરી કાઢી બે ચકરી વચ્ચે ટમેટા, ગાજર અને કાકડી ની સ્લાઈસ મૂકો.
  17. ઉપર થી ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
  18. સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર