હોમ પેજ / રેસિપી / વેજ શાહી રોલ

Photo of Veg Shahi Roll by JYOTI BHAGAT PARASIYA at BetterButter
1178
4
0.0(0)
0

વેજ શાહી રોલ

Oct-01-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ શાહી રોલ રેસીપી વિશે

મિક્સ શાકભાજી અને બટેટા થી બનતા આ રોલ અત્યન્ત સ્વાદિષ્ટ છે.બાળકો ને ટિફિન માં આપો ખાતરી છે કે સ્કુલ થી પાછા આવ્યા પછી પાછી ફરમાઈશ હશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૪ મધ્યમ આકાર ના બાફેલા બટાકા
  2. ૧/૨ કપ મિક્સ શાકભાજી જીણા સમારેલ(ગાજર,મટર,બીન્સ,સિમલા મિર્ચ)
  3. ૧/૨ કપ રાંધેલા ભાત
  4. ૨ ચમચી ચોખા નો લોટ
  5. ૧ ચમચી અદરક,લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચી સફેદ તલ
  7. ૧/૨ ચમચી ધાણા પાવડર
  8. ૧/૨ ચમચી જીરું પાવડર
  9. ૧/૨ ચમચી ચાટ મસાલો
  10. ૧ નાની ચમચી ગરમ મસાલો
  11. ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  12. ૧/૨ ચમચી આખું જીરું
  13. નમક જરૂર મુજબ
  14. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  15. ૧/૨ વાટકી સમારેલા લીલા ધાણા
  16. અન્ય સામગ્રી
  17. ૧/૨ કપ સુજી અથવા રવો(રોલ લપેટવા માટે)
  18. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક મોટા બાઉલ માં બાફેલા બટાકા અને ભાત ઉમેરો.
  2. બન્ને ને મેશર થી બરાબર મસળી લો.
  3. હવે એક એક કરી બધી સામગ્રી ઉમેરો.
  4. મિશ્રણ ને બરાબર મિકસ કરી લો.
  5. હવે હથેળી માં થોડું તેલ લગાડો.
  6. મિશ્રણ માંથી મોટા લીંબુ જેટલો લુઓ લો.
  7. લુઆ ને રોલ નો આકાર આપો.
  8. બધા રોલ આ રીતે તૈયાર કરો.
  9. બધા રોલ ને રવા માં ફેરવી ફેરવી ને લપેટી લો.
  10. કઢાઈ મેં તેલ ગરમ કરો.
  11. મધ્યમ આંચ પર રોલ ને સોનેરી રંગ આવે ત્યાં સુધી તળી લો.
  12. તળેલા રોલ ને કિચેન ટુવાલ માં મુકો.
  13. આપના ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ એવા શાહી વેજ રોલ બની ને તૈયાર છે.
  14. ગરમા ગરમ રોલ ને તરત ટોમેટો કેચપ સાથે સર્વ કરો અથવા બરાબર ઠંડા કરી બાળકો ના ટિફિન માં પેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર