હોમ પેજ / રેસિપી / હરા ભરા પાલક બોલસ

Photo of Hara bhara Spinach balls by Leena Sangoi at BetterButter
429
2
0.0(0)
0

હરા ભરા પાલક બોલસ

Oct-01-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ભરા પાલક બોલસ રેસીપી વિશે

વિટામિન્સ અને ખનિજોનું ટ્રેઝર હાઉસ, સ્પિનચને અઠવાડિયાના મેનૂમાં શામેલ કરવું આવશ્યક છે.બાળકો માટે ખૂબ જ હેલ્ધી વાનગી ખૂબ જ ઓછા તેલ માં બનેલી પૌષ્ટિક પાલક અને લીલાં વટાણા નો મસ્ત યમી ટેસ્ટ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • પંજાબી
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સ્પિનચ -પાલક ૨૦ થી ૩૦ પાન blanched
  2. ૧ કપ બાફેલા લીલાં વટાણા
  3. બ્રાઉન બ્રેડ સ્લાઇસેસ ૪
  4. ૨ બટાકા બાફેલા
  5. ૧/૨ ચમચી જીરું પાવડર 
  6. ૧/૨ ચમચી આદુ મરચાં પેસ્ટ
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. તેલ ૨ ચમચી
  9. સમારેલી કોથમીર ૨ ચમચી

સૂચનાઓ

  1. સ્પિનચ ને ચોપર માં મૂકી ચોપ કરો.અને બાઉલમાં મૂકો.
  2. બ્રેડ સ્લાઇસેસ ને મિક્સરમાં નાખીને બ્રેડક્રમ્સ બનાવો.
  3. બટાકા ને બાઉલમાં છીણી લો.
  4. સ્પિનચ , વટાણા, લીલાં આદૂ મરચાં પેસ્ટ,કોથમીર સાથે મિક્સ કરો. 
  5. મીઠું, જીરું પાવડર અને બ્રેડક્રમ્સ ઉમેરો અને હાથથી મિશ્ર કરો.
  6. નોન સ્ટીક અપમ પેન માં તેલ લગાવી ગરમ કરો.
  7. મિશ્રણને નાના રાઉન્ડ બોલસ માં આકાર આપો.
  8. બોલસ ને બન્ને સાઈડ થી ગોલ્ડન brown શેકો.
  9. ટોમેટો કેચઅપ સાથે ટિફિન બોક્સમાં બાળકોને હેલ્ધી નાસ્તો આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર