હોમ પેજ / રેસિપી / મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા

Photo of Moong dal stuffed double cheela by Hiral Pandya Shukla at BetterButter
464
2
0.0(0)
0

મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા

Oct-01-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા રેસીપી વિશે

આ બહુ પોષ્ટીક વાનગી છે અને બાળકો ને ભાવશે પણ ખરી..

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ફોતરાં વગરની મગ ની દાળ એક કપ
  2. પાણી જરૂર મુજબ
  3. આદું ની પેસ્ટ એક ચમચી
  4. મીઠું અડધી ચમચી અથવા સ્વાદ પ્રમાણે
  5. લીલા મરચાં બે ઝીણાં સમારેલા
  6. તેલ બે ચમચી
  7. ગાજર એક નાનું ખમણેલ
  8. બીટ એક નાનુ ખમણેલ
  9. કોથમીર ની ચટણી બે થી ત્રણ ચમચી

સૂચનાઓ

  1. ૧. મગ ની ફોતરાં વગરની દાળને રાત્રે પલાળી દો.જો ભૂલી જઈએ તો સવારે એક કલાક પહેલા પલાળી રાખી શકાય.
  2. ૨. મિક્સરમાં આ દાળ નાંખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુની પેસ્ટ, એક લીલું મરચું, બે ચમચી પાણી સાથે પીસી લેવી.
  3. ૩. કઢાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં ગાજર, કોબીજ અને બીટ ઉમેરો થોડું મીઠું અને એક લીલું મરચું આદું ની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરો..સાતળી લો.ગેસ બન્ધ કરી
  4. ૪. મિક્સરમાં પીસેલી પેસ્ટ નાં ખીરામાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો અને ધટ્ટ ખીરું તૈયાર કરો.
  5. ૫. કઢાઈમાં અડધી ચમચી તેલ લગાવી ખીરું પાથરીને બે થી ત્રણ મીનીટ ઢાંકી ચઢવા દો.
  6. ૬. પછી તેમાં સોસ અથવા કોથમીર ની ચટણી લગાવી સાતળેલુ મિશ્રણને પાથરીને ચઢવા દો.
  7. ૭. તેના ઉપર ફરી એકવાર મગ દાળ પેસ્ટ નું ખીરું સરખી રીતે પાથરીને ચઢવા દો.
  8. ૮. ઢાકી ને ચઢવા દો..બન્ને તરફ ઘીમાં ગેસે ચઢવા દો.
  9. ૯. મનપસંદ રીતે કાપીને સોસ સાથે બાળકો ને નાસ્તા માં આપો.
  10. ખરેખર બાળકો ને પસંદ આવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર