હોમ પેજ / રેસિપી / ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

Photo of Oats jowar Handvo Savory Cake by Leena Sangoi at BetterButter
339
4
0.0(0)
0

ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

Oct-01-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટસ જુવાર હાંડવો સેવરી કેક રેસીપી વિશે

હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.પણ આજે મેં બાળકો માટે હેલ્ધી instant ઓટસ અને જુવાર નો હાંડવો બનાવવા ની કોશિશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ઓટસ પાવડર
  2. ૧/૪ કપ ચોખાનો લોટ
  3. ૧/૪ કપ જુવાર નો લોટ
  4. ૧/૪ કપ રવો
  5. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. ૧/૪ કપ દહીં
  7. પાણી જરૂરત મુજબ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા)1/2 ચમચી
  10. હાંડવા ને વઘારવા માટે રાઈ ૧ નાની ચમચી
  11. લીમડો ૫ પત્તા
  12. તલ ૧ ચમચી
  13. ૧ ચમચી અડદ દાળ
  14. હિંગ ચપટી
  15. તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ માં ઓટસ પાવડર, ચોખાનો અને જુવાર નો લોટ,રવો લો.
  2. દહીં નાખી મીક્સ કરો.
  3. હવે પાણી નાખી સારી રીતે મેળવી લો.
  4. હવે બારીક સમારેલું આદુ, લીલું મરચું અને મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો.
  5. ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને મૂકી રાખો.
  6. જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરી શકાય છે.
  7. એક નાની ચમચી તલ ના બીજ હાંડવા ના મિશ્રણ માં મિક્સ કરો.
  8. હાંડવા નું મિશ્રણ તૈયાર છે.
  9. કઢાઈ માં હાંડવો બનવા માટે એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, અડદ દાળ,સુક્કા લાલ મરચા, તલ અને લીમડાં નો વઘાર કરો.
  10. એક હાંડવા જેટલું મિશ્રણ એક બાઉલ માં લઇ ને એના ઉપર ચપટી ખાવા ના સોડા નાખી લો અને હલાવો.
  11. હલાવવા થી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે.
  12. હવે વઘાર ની ઉપર હાંડવા નું મિશ્રણ પાથરો.
  13. કઢાઈ ઢાંકી ને ધીમા ગેસ પર હાંડવા ને ચઢવા દો.
  14. હાંડવા નો રંગ ગોલ્ડન થાય પછી બીજી બાજુ ફેરવી ને બનાવો.
  15. હાંડવો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ઓટસ જુવાર હાંડવો ટોમેટો સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર