હોમ પેજ / રેસિપી / છોલે પુલાવ

Photo of Chole pulav by Mumma's kitchen at BetterButter
415
1
0.0(0)
0

છોલે પુલાવ

Oct-02-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે પુલાવ રેસીપી વિશે

છોલે પુલાવ બાળકોને ખૂબ જ પસંદ આવે છે તેમજ તે ટિફિનમાં પણ આપી શકાય છે છોલે પુલાવ એક વન મીલ તરીકે કરી શકાય છે આ છોલે પુલાવ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જ્યારે તમારી પાસે ઓછો સમય હોય તો આ છોલે પુલાવ ખૂબ જ જલ્દી બની જાય છે generally બધા બાળકોને પુલાવ અને બિરયાની ખૂબ જ ભાવતા હોય છે છોલે અને પુરી એક ટાઇમ માંગી લે તેવી વાનગી છે તથા તે ખૂબ જ પચવામાં હેવી હોય છે જ્યારે આ છોલે પુલાવ ઓછા સમયમાં અને એકદમ હળવું મીલ તરીકે લઈ શકો છો તો ચાલો આજે ટિફિન સ્પેશિયલ રેસિપી માં આ છોલે પુલાવ કેવી રીતે બને તે શીખવાડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • પંજાબી
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાફેલા છોલે
  2. 1 નંગ બટાકુ ચોરસ સમારેલુ
  3. 2 નંગ કાંદા બારિક સમારેલા
  4. 11/2 કપ બાસમતી ચોખા જુના
  5. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  6. 1/2 ટીસ્પૂન હળદર
  7. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
  8. 1 ટીસ્પૂન ધાણાજીરૂ
  9. 1 ટીસ્પૂન જીરુ
  10. 2 થી 3 નંગ તમાલપત્ર 2 થી 3 tbsp ઘી અથવા બટર
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
  13. બારીક સમારેલી કોથમીર
  14. ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચોખાને ધોઈને તે ડૂબે એટલા પાણીમાં પલાળીને રાખો ત્યારબાદ એક પેનમાં ઘી અથવા બટર ગરમ કરવા મૂકો તેમાં જીરું અને તમાલપત્ર નાખી તેમાં કાંદા સાંતળો
  2. ત્યારબાદ તેમાં સમારેલા બટાટા ઉમેરો અને તેને મધ્યમ તાપ પર સીજવા દો
  3. બટાકા અને કાંદા ચઢી જાય એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો અને સાથે સાથે ઉપર દર્શાવેલા મસાલા ઉમેરો અને તેને બરાબર સાંતળી લો
  4. હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો
  5. ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ પાણી ઉમેરી તેના પર ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે ચડવા દો
  6. લગભગ 10 થી 12 માં ચોખા બફાઈ જાય એટલે તેમાં કસૂરી મેથી નાખો અને કોથમીરથી ગાર્નિશ કરો
  7. તૈયાર છે તમારો ગરમાગરમ સ્વાદિષ્ટ છોલે પુલાવ તેને દહી અને પાપડ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર