હોમ પેજ / રેસિપી / બર્ગર સેન્ડવીચ

Photo of Burger Sandvich by JYOTI BHAGAT PARASIYA at BetterButter
427
3
0.0(0)
0

બર્ગર સેન્ડવીચ

Oct-02-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્ગર સેન્ડવીચ રેસીપી વિશે

ખૂબ ઝટપટ, ખૂબ સ્વાદિષ્ટ,પૌષ્ટિક તેમજ બાળકો ની મનગમતી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • સ્નેક્સ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ મધ્યમ આકાર નું બાફેલ બટાકા
  2. ૧ નાનો કાંદો સ્લાઈસ કરેલો
  3. ૧ નાની શિમલા મરચા સ્લાઈસ કરેલ
  4. ૩ ચમચી ટોમેટો કેચપ
  5. ૧/૨ ચમચી સેન્ડવીચ મસાલો
  6. ૩ ચમચી ખમણેલું ચીઝ
  7. ૧ ચમચી નરમ બટર
  8. અન્ય સામગ્રી
  9. ૩ બર્ગર બન

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ બટેકા ને બાફી છાલ કાઢી લો.
  2. છરી વડે નાના નાના ટુકડા કરો.
  3. કાંદા અને શિમલા મરચાં ની જીણી જીણી સ્લાઈસ કરો.
  4. એક બર્ગર બન લો.
  5. બન ને મધ્ય માંથી આડો કાપો.
  6. નીચે વાળા ભાગ માં બટર લગાડો.
  7. સ્વાદ મુજબ કેચપ ઉમેરી સારી રીતે ફેલાવો.
  8. તેના ઉપર બટેકા ના ટુકડા સજાવો.
  9. બટાકા ઉપર સેન્ડવીચ મસાલો ભભરાવો.
  10. કાંદા ની સ્લાઈસ મુકો.
  11. કાંદા ઉપર શિમલા મરચા ની સ્લાઈસ મુકો.
  12. ફરી એક વખત સ્વાદમૂજબ સેન્ડવીચ મસાલો ભભરાવો.
  13. ઉપર થી ખમણેલું ચીઝ ફેલાવી લો.
  14. અંત માં થોડો કેચપ ઉમેરો.
  15. બન ના ઉપર વાળા ભાગ માં પણ થોડું બટર લગાવી સેટ કરો.
  16. બાકી રહેલ બર્ગર પણ આ જ રીતે તૈયાર કરી લો.
  17. બાળકો માટે બર્ગર સેન્ડવીચ તૈયાર છે.
  18. ફટાફટ ટિફિન માં પેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર