BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Pudla

Photo of Pudla by Anjali Kataria at BetterButter
0
4
0(0)
0

Pudla

Oct-02-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧.૫ કપ ચણાનો લોટ
  2. ૧/૨ કપ ઘઉંનો લોટ
  3. ૧/૪ કપ મકાઈ નો લોટ
  4. ૧/૪ કપ જુવાર નો લોટ
  5. ૧/૪ કપ બાજરી નો લોટ
  6. ૧ નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ
  7. મીઠું સ્વાાનુસાર
  8. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  10. ૧ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  11. ૧/૪ નાની ચમચી અજમો
  12. ૧/૪ નાની ચમચી તલ
  13. પાણી જરૂરિયાત મુજબ
  14. ૧ કપ ઝીણા સમારેલા ટામેટા
  15. ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમરી
  16. ચાટ મસાલો
  17. શેકવા માટે તેલ/બટર

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ અને ચણાનો લોટ ઉમેરો.
  3. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, અજમો, તલ અને આદું મરચા ની પેસ્ટ ઉમેરો.
  4. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ઘાટું મિશ્રણ તૈયાર કરો.
  5. વહિસ્ક ની મદદ થી એક સરખું ખીરું તૈયાર કરો.
  6. મિશ્રણ બહુ પાતળું કે બહુ ઘાટું ના હોવું જોઈએ.
  7. મિશ્રણ ને એક તરફ મૂકો.
  8. હવે એક ઢોસા ની પેન લો.
  9. તેને ગરમ કરવા મૂકો.
  10. પાણી વડે બરાબર સાફ કરી લો.
  11. હવે તેમાં ઢોસા આકાર ના એક સરખા પુડલા બનાવો.
  12. ઉપર ટામેટા અને કોથમીર નાખો.
  13. ચાટ મસાલો પણ નાખો.
  14. ફરીથી ટામેટા અને કોથમીર ઉપર થોડું મિશ્રણ ફેલાવો. (આમ કરવા થી ટામેટા છૂટા નહિ પડે)
  15. પુડલા ની ફરતે તેલ નાખો.
  16. એક પડ ચડી જાય એટલે બીજું પડ શેકો.
  17. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
  18. ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર