Open in app

ઇન્સ્ટન્ટ ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
alok chatt2nd Oct 2018

INSTANT KHAMAN ના વિશે

Ingredients to make INSTANT KHAMAN in gujarati

  • 200 ગ્રામ ચણાનો લોટ
  • લીલા મરચાં 2 થી 3 નંગ
  • કોથમીર 1 નાની વાડકી
  • મીઠાં લીમડાના પાન 2 તણખલા
  • મોટી રાય 1 ટી સ્પૂન
  • ખાંડ 1 ટેબલસ્પૂન
  • તેલ 1 ટેબલ સ્પૂન
  • પાણી એક નાની વાડકી
  • ઇનો(સાદો) એક પાઉચ
  • હિંગ અડધી ટી સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર

How to make INSTANT KHAMAN in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો.
  2. તેમાં મીઠું, હિંગ અને જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ એવું ખીરું તૈયાર કરો.
  3. હવે તેમાં ઇનોનું પાઉચ ઉમેરીને એ મિશ્રણને બરાબર હલાવો.
  4. જેમ હલાવશો તેમ તેમાં ઉભરો આવશે એટલે જરા પ વાર લગાવ્યા વિના અગાઉથી સ્ટીમ કરેલા ઢોકરિયાની થાળીમાં તે મિશ્રણ ઠાલવી દો અને સ્ટીમ થવા દો.
  5. એક વળકીમાં પાણી લઈ તેને થોડું ગરમ કરવા મૂકો અને તેમાં ખાંડ ઉમેરી દો. પાણી થોડું જ ગરમ થવા દેવું. એટલી વારમાં ખાંડ પણ ઓગળી જશે.
  6. કોથમીર અને મરચાં ઝીણા સમારીલો.
  7. સાત થી દસ મિનિટમાં જ ખમણ ઢોકળાં સ્ટીમ થઈ જાય એટલે તેમાં આડા ઊભા કાપા પાડી લો.
  8. સતહવે એક વઘારીયામાં તેલ લઈને વઘાર મૂકો. તેલ આવી જાય એટલે તેમાં રાય, લીમડાના પાન, હિંગ અને લીલાં મરચાં નાંખી દો.
  9. બધું જ સરખું તટડી જાય એટલે વઘારને ખાંડ અને ગરમ પાણી વાળી વડકીમાં નાંખી દો.
  10. હવે એ મિશ્રણને બરાબર હલાવીને સ્ટીમ થયેલ ખમણની ઉપર ફરતી બાજુ એકસરખી રીતે રેડી દો.
  11. માથે ઝીણી સમારેલી કોથમીર છાંટીને સર્વ કરો.

Reviews for INSTANT KHAMAN in gujarati (0)

No reviews yet.

Recipes similar to INSTANT KHAMAN in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • પીઝા ખમણ

    1 likes