હોમ પેજ / રેસિપી / બટેટા પૌંઆ સેવ સાથે

Photo of POTATO POHA WITH SEV by Krupa Shah at BetterButter
858
2
0.0(0)
0

બટેટા પૌંઆ સેવ સાથે

Oct-02-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા પૌંઆ સેવ સાથે રેસીપી વિશે

પૌંઆ તો બધાં ને ભાવે. આ વાનગી માં થોડાં કેપ્સિકમ ઉમેરિયાં છે અને પીરસતી વખતે સમારેલી ડુંગળી અને સેવ નાખવી. કાપેલી ડુંગળી ને સેવ છૂટી આપવી ટીફીન માં.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. ધોઈ ને લગભગ કોરા હોય એવાં જાડા પૌંઆ ૩ કપ
  2. જીણી સમારેલી ડુંગળી ૧/૨ કપ
  3. સમારેલું કેપ્સિકમ ૧/૪ કપ
  4. તેલ ૨ ચમચા
  5. બટર ૧ ચમચો
  6. રાઈ ૧ ચમચી
  7. જીરું ૧ ચમચી
  8. લીલા મરચાં ( ના ટુકડા) ૩
  9. મીઠો લીંબડો ૬-૮ પાન
  10. કાચા સીંગદાણા ૧૨-૧૫
  11. હિંગ ૧/૪ ચમચી
  12. હળદર પાવડર ૧ ચમચી
  13. બાફીને ટુકડા કરેલા બટેટા ૨
  14. ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે
  15. લીંબુ નો રસ ૧ ચમચો
  16. જીણા સમારેલા લીલા ધાણા ૨ ચમચા
  17. સેવ અને સમારેલી ડુંગળી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક પેન માં તેલ અને બટર ગરમ કરો.
  2. એમાં રાઈ અને જીરું ઉમેરી દો.
  3. રાઈ તતળે એટલે એમાં હિંગ, લીલા મરચાં, સીંગદાણા, મીઠાં લીંબડા ના પાન અને ડુંગળી ઉમેરી દો.
  4. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યારે કેપ્સિકમ ઉમેરી દો.
  5. થોડું કેપ્સિકમ ચડી જાય એટલે હળદર અને બાફેલા બટેટા ના ટુકડા ઉમેરી દો.
  6. હવે ખાંડ, મીઠું અને પૌંઆ નાંખી ને બારાબર હલાવી લો.
  7. થોડી વાર સુધી આ બધું ચડવા દો.
  8. હવે ગૅસ બંધ કરી ને લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી ને મિક્સ કરી લો બરાબર.
  9. સર્વ કરતી વખતે સેવ ને ડુંગળી નાંખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર