બ્રુશેટા | Bruschetta Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bruschetta by Krupa Shah at BetterButter
બ્રુશેટાby Krupa Shah
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    3

    લોકો

5

0

બ્રુશેટા વાનગીઓ

બ્રુશેટા Ingredients to make ( Ingredients to make Bruschetta Recipe in Gujarati )

  • 1 પેકેટ ગાર્લીક બ્રેડ
  • 2 મોટા ચમચા બટર
  • 2 મોટા ચમચા ઘઉં નો લોટ
  • 2 કપ દૂધ
  • સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર
  • 2 ચમચા તેલ
  • 1 તમાલ પત્ર
  • 1 તજ નો ટુકડો
  • 1/2 ચમચી જીરું
  • 5-7 કાળા મરી
  • 3 ચમચા લાલ અને પીળા કેપ્સિકમ
  • 1 ચમચો બાફેલા મકાઈ નાં દાણા
  • 3 બેબી કોર્ન બાફેલા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી મિક્સ હર્બ્સ
  • 1/2 કપ બાફેલા શેલ પાસ્તા
  • 3 ક્યુબ્સ છીણેલું ચીઝ

How to make બ્રુશેટા

  1. ગાર્લીક બ્રેડ ને અડધી ઇંચ ની સાઈઝ માં કાપી ને એક તરફ મૂકો.
  2. વ્હાઈટ સોસ માટે: એક પેન માં 2 મોટા ચમચા બટર ગરમ કરો.
  3. ગરમ થાય એટલે તેમાં 2 મોટા ચમચા ઘઉં નો લોટ ઉમેરી શેકો.
  4. ગેસ નો તાપ ધીમો કરી દો અને તેમાં થોડું દૂધ ઉમેરો.
  5. દૂધ ઉમેરી તેને હલવો જેથી કોઈ ગાંઠો ના રહે.
  6. હલાવતા જાઓ અને તેમાં ધીમે ધીમે 2 કપ જેટલું દૂધ ઉમેરો.
  7. સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર નાખો.
  8. મિશ્રણ ને સતત હલાવતા રહો અને તેને થોડું જાડું થાય ત્યાં સુધી પકવો. પછી ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દો.
  9. ટોપિંગ માટે :- એક પેન માં થોડું તેલ લો તેમાં જીરું, તેજપત્તા, તજ અને કાળા મરી નાખો.
  10. હવે તેમાં લાલ અને પીળા કેપ્સિકમ ઉમેરો, સાથે બેબી કોર્ન 1 ઇંચ કાપેલા અને બાફેલા મકાઈ ના દાણા ઉમેરી થોડી વાર શેકો.
  11. તેમાં સ્વાદ મુજબ મીઠું અને મિક્સ હર્બ્સ ઉમેરો.
  12. હવે ડિશ ને પીરસવા :- એક બેકિંગ ડિશ માં ગાર્લીક બ્રેડ ગોઠવો.
  13. ઉપર સ્ટર ફ્રાય કરેલા વેજિટેબલ મૂકો તેના પર પાસ્તા મૂકો.
  14. તેના પર વ્હાઈટ સોસ પાથરો.
  15. હવે છેલ્લા છીણેલું ચીઝ ભભરાવો.
  16. પ્રિહિટ ઓવેનમાં ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરો.
  17. બહાર કાઢી ગરમાં ગરમ પીરસો.

Reviews for Bruschetta Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ