હોમ પેજ / રેસિપી / સુરતી ટામેટા ના ભજીયા

Photo of Surti tomato bhajiya by Kamal Thakkar at BetterButter
1030
7
0.0(0)
0

સુરતી ટામેટા ના ભજીયા

Oct-04-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી ટામેટા ના ભજીયા રેસીપી વિશે

આ ટામેટા ના ભજીયા સુરત માં ડુમસ બીચ પાસે મળતા ખુબજ પ્રખ્યાત ભજીયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ટામેટા ૨
  2. કોથમીર ૧/૨ કપ
  3. લીલા મરચા ૪
  4. આદુ ૧ નાનો ટુકડો
  5. મીઠું
  6. બેસન ૧ કપ
  7. હળદર ૧/૨ નાની ચમચી
  8. મીઠું ૧ નાની ચમચી
  9. સોડા ૧ ચપટી
  10. હિંગ ૧/૪ નાની ચમચી
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. કોથમીર,મરચા અને આદુ ને ધોઈને સમારીને મિક્સર માં નાખો.
  2. આને મીઠું નાખીને પાણી વગર પીસી લો.
  3. ટામેટા ને થોડા જાડા ગોળાકાર માં કાપો.
  4. આ બધા પતીકાં પર મરચા ની ચટની લગાવો.
  5. એક બોલ માં બેસન,મીઠું,હળદર,હિંગ ને સોડા નાખીને માધ્યમ જાડું ખીરું બનાવો.
  6. તેલ ગરમ મુકો અને થોડું ગરમ થાય એટલે ૨ ચમચી ખીરા માં નાખીને સરસ ફેંટી લો.
  7. એક ટામેટા નું પતિકુ લઈને ખીરા ના બોલ માં મુકો.ચમચી થઈ એની ઉપર ખીરું રેડો.
  8. પછી ચમચી થઈ ઉચકી ને ગરમ તેલ માં મુકો.
  9. માધ્યમ તાપ પર બંને બાજુ તળી લો.ગરમાગરમ ચટપટા ટામેટા ના ભજીયા ચટણી,સોસ અથવા કઢી સાથે ખાઓ અને ખવડાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર