સેવ ટામેટા નું શાક | Sev tameta nu shak Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  4th Oct 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Sev tameta nu shak recipe in Gujarati, સેવ ટામેટા નું શાક, Shraddha Patel
સેવ ટામેટા નું શાકby Shraddha Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

1

સેવ ટામેટા નું શાક વાનગીઓ

સેવ ટામેટા નું શાક Ingredients to make ( Ingredients to make Sev tameta nu shak Recipe in Gujarati )

 • ચાર નંગ ટામેટા ના મધ્યમ સાઈઝ ના ટુકડા
 • એક કપ પાણી
 • ચાર ચમચી તેલ
 • 1/2 ચમચી રાઈ
 • 1/2 ચમચી જીરું
 • ચપટી હિંગ
 • 1 ચમચી લાલ મરચું પાવડર
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ધાણાજીરું પાવડર
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • બે ચમચી ખાંડ
 • બે ચમચી બારીક સમારેલી કોથમીર
 • 1/2 કપ સેવ

How to make સેવ ટામેટા નું શાક

 1. એક કઢાઈ લો અને તેલ ગરમ કરવા મૂકો.
 2. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડાવો.
 3. ત્યારબાદ હિંગ નાખો.
 4. હવે ટામેટા ઉમેરી મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી ચઢવા દો.
 5. ટામેટા થોડા ઢીલા પડે એટલે પાણી ઉમેરી 5 મિનિટ ઊકળવા દો.
 6. ત્યારબાદ તેમાં કોથમીર અને સેવ ઉમેરી પીરસો.

My Tip:

ગરમ મસાલો પણ નાખી શકાય.

Reviews for Sev tameta nu shak Recipe in Gujarati (1)

Reshme Jadav10 months ago

Testy
જવાબ આપવો
Shraddha Patel
10 months ago
thank you

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો