હોમ પેજ / રેસિપી / પિન્ક મોતી રાઈસ

Photo of Pink Moti Rice by Rani Soni at BetterButter
973
7
0.0(0)
0

પિન્ક મોતી રાઈસ

Oct-05-2018
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિન્ક મોતી રાઈસ રેસીપી વિશે

બીટ થી બનેલ આ પિન્ક રાઈસ ને બટાકા પનીર ના મોતી જોડે પિરસયાં છે.પિન્ક રંગ ની આ આઇકેચિંગ રેસીપી સહુ કોઈ ને જરૂર પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાસમતી રાઈસ
  2. 1/2 નાની ચમચી આદુ છીણેલું
  3. 1/2 બીટ છીણેલું
  4. 1 તજપાન
  5. 1 તજ નો ટુકડો
  6. 2 ચમચી ઘી
  7. મીઠું સ્વાદમુજબ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1 લીલું મરચું સમારેલ
  10. મોતી માટે:
  11. 1 કપ બાફેલા બટાકા
  12. 1 ચમચી પનીર
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 1 લીલા મરચા સમારેલ
  15. 1 ચમચી કોથમીર સમારેલ
  16. ચપટી હળદર
  17. 2 ચમચી કોન્ફ્લોર
  18. ચાંદી વરક જરુર મુજબ
  19. 2 ચમચી તેલ સેલો ફ્રાય કરવા
  20. સજાવવા માટે:
  21. 8-7 કાજુ- બદામ ફ્રાય કરેલા
  22. 3-4 ફૂદીના પાન
  23. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં ઘી લો
  3. ગરમ થાય અેટલે તજપાન, તજ નો ટુકડો નાંખો
  4. લીલા મરચા,આદુ પેસ્ટ ઉમેરી સાંતળો
  5. હવે છીણેલ બીટ નાંખી સાંતળો
  6. મીઠું નાંખી બરાબર મિક્સ કરી
  7. પલાળી રાખેલા રાઈસ ઉમેરો
  8. ગરમ મસાલો ઉમેરો
  9. 2 કપ પાણી ઉમેરી
  10. મિકસ કરો 2 સિટી લઈ લો ગેસ બંધ કરો
  11. પિન્ક રાઈસ તૈયાર છે
  12. મોતી બનાવવા: એક બાઉલ માં પનીર, બટાકા,મીઠું, કોથમીર,લીલા મરચા,હળદર,ગરમ મસાલા,કોન્ફ્લોર લઈ મિકસ કરી
  13. નાના ગોળા મોતી બનાવો
  14. તેલ ને તવા પર ગરમ કરી
  15. બનાવેલ મોતી ને લાઈટ સેલો ફ્રાય કરો
  16. ચાંદીના વરક થી ગાર્નિશ કરો
  17. પિન્ક રાઈસ ને ડીશ માં લઈ ઉપર મોતી મુકી
  18. ફ્રાય કાજુ- બદામ ,ફૂદીના પાન,કોથમીર થી ગાર્નિશ કરી
  19. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પિન્ક મોતી રાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર