હોમ પેજ / રેસિપી / મગની દાળના દહીવડા

Photo of Moong dal dahivada by Harsha Israni at BetterButter
839
4
0.0(0)
0

મગની દાળના દહીવડા

Oct-05-2018
Harsha Israni
6 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળના દહીવડા રેસીપી વિશે

આ વડા મગની દાળમાંથી બનાવ્યા છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મગની દાળ
  2. ૨ ચમચા બેસન
  3. મીઠું પ્રમાણસર
  4. ૧/૪ ચમચી ખાવાનો સોડા
  5. ૧ ચમચી આદુની પેસ્ટ
  6. ચપટી હીંગ
  7. ૨-૪ લીલા મરચા (ઝીણા સમારેલા)
  8. ૨ કપ દહીં
  9. તેલ તળવા માટે
  10. ૧ કપ કોથમીર ચટની (લસણ,ડુંગળી વગર)
  11. ૧ કપ આમલી-ખજૂરની ચટની
  12. કોથમીર (ઝીણા સમારેલા)
  13. ૧/૨ કપ દાડમના તાજા દાણા
  14. શેકેલુ જીરુ પાવડર પ્રમાણસર
  15. લાલ મરચુ પાવડર પ્રમાણસર

સૂચનાઓ

  1. સૌ પહેલા મગની દાળને ૩-૪ કલાક પલાળી લો.મિક્સરમાં બહુ જ ઓછુ પાણી નાખી મિક્સરમાં વાટવી.
  2. તેમાં મીઠુ ,લીલા મરચા,આદુ,હિંગ ,સોડા,બેસન ઉમેરી બરાબર હલાવીને વડા માટે ખીરુ તૈયાર કરો.
  3. દહીંને વલાવીને તેમાં મીઠું ઉમેરો.
  4. એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી વડાને મદયમ તાપે ગુલાબી રંગના તળી લો.
  5. વડાને ૫ મિનિટ માટે હૂંફાળા પાણીમાં પલાળી લો.
  6. પાણીમાંથી વડાને કાઢી દબાવીને ડીશમાં ગોઠવીને વલોવેલું દહીં રેડવું તેના ઉપર કોથમીર ચટની,આમલી-ખજૂરની ચટની ,મરચુ,જીરાનું પાવડર,દાડમના દાણા ,કોથમીર નાખીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર