હોમ પેજ / રેસિપી / સેવોરી કેક

Photo of Savoury Cake by Bhumika Gandhi at BetterButter
61
5
0.0(0)
0

સેવોરી કેક

Oct-06-2018
Bhumika Gandhi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવોરી કેક રેસીપી વિશે

ખુબજ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કપ સુજી
  2. ૨૦૦ ગ્રામ તાંદળીયા ની ભાજી
  3. ૧ કપ દહીં
  4. ૨ નાની ચમચી ઇનો
  5. ૧ ચમચી તેલ
  6. ૧ નાની ચમચી આદુ છીણેલું
  7. નમક સ્વાઅનુસાર
  8. વઘાર માટે
  9. ૧ નાની ચમચી રાઈ
  10. ૧ નાની ચમચી તલ
  11. ૧ ચમચી તેલ
  12. મીઠા લીમડા ના પાન
  13. લાલ મરચું સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સુજી ને ધીમા તાપે કડાઈ માં સેકી લો ૩/૪ મિનિટ
  2. શેકાઈ જાય એટલે એક બાઉલ માં કાઢી બાજુ પર રાખો.
  3. હવે તે જ કડાઈ માં ભાજી માં મીઠું નાખી સોતે કરી લો.
  4. ભાજી બરોબર ચઢી જાય એટલે એને ઠંડી કરવા બાજુ પર રાખી દો.
  5. હવે એક બાઉલમાં માં ભાજી, દહીં, આદુ, તેલ, મીઠું અને પાણી નાખી બરોબર મિક્સ કરી બેટર બનાવો.
  6. ૧૦ મિનિટ માટે બાજુ પર રાખી દો.
  7. ત્યારબાદ ઢોકળા ની થાળી ને તેલ લગાવી સુજી નું મિશ્રણ નાખો.
  8. ઉપર થી લાલ મરચું પાવડર ભભરાવો.
  9. સ્ટીમર માં ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરો.
  10. ત્યારબાદ ચાકુ થી આકાર આપી કાપા કરી લો.
  11. હવે તડકા પેન માં વધાર માટે તેલ મૂકી ગરમ કરો
  12. તેમાં રાઈ , તલ અને લીમડો નાખી વઘાર કરો અને તે ઢોકળાં ની થાળી પર રેડો.
  13. ગરમ ગરમ પીરસો લીલી ચટણી સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર