ભરવા દૂધી | Bharwa dudhi Recipe in Gujarati

  ના દ્વારા Dr.Kamal Thakkar  |  6th Oct 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bharwa dudhi by Dr.Kamal Thakkar at BetterButter
  ભરવા દૂધીby Dr.Kamal Thakkar
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   4

   લોકો

  0

  0

  ભરવા દૂધી

  ભરવા દૂધી Ingredients to make ( Ingredients to make Bharwa dudhi Recipe in Gujarati )

  • ૧/૨ મધ્યમ દૂધી
  • ટામેટા ૩
  • તેલ ૨ મોટી ચમચી
  • પનીર ૧૦૦ ગ્રામ
  • લીલું મરચું ૧
  • આદુ ૧ ટુકડો
  • હિંગ ૧/૪ નાની ચમચી
  • કોથમીર ૧ મોટો ચમચો
  • લવિંગ ૩
  • તજ નો એક ટુકડો
  • એલચો ૧
  • હળદર ૧ નાની ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • ધાણા જીરું ૨ ચમચી
  • મીઠું સ્વાદઅનુસાર
  • ગરમ મસાલો ૧ નાની ચમચી
  • કસૂરી મેથી ૧ નાની ચમચી

  How to make ભરવા દૂધી

  1. પેહેલા દૂધી ને છાલ ઉતારીને એક ઇંચ ના ગોળ ટુકડા માં કાપો અને વચ્ચે થઈ માવો કાઢી લો.
  2. આ માવો રસો બનાવામાં વાપરીશું.
  3. એક પેન માં એક ચમચી તેલ મુકો.ગરમ થાય એટલે હિંગ,આદુ અને મરચા સાંતળો.
  4. પછી મસળેલું પનીર ઉમેરી બે મિનિટ સાંતળો અને લીલા ધાણા નાખી ગેસ બંધ કરો.
  5. દૂધી માં વચ્ચે આ પનીર ભરો.
  6. સ્ટીમર માં ચઢવા મૂકો.
  7. બીજા પેન માં તેલ મુકો અને જીરું,લવિંગ,તજ,એલચો ઉમેરો.
  8. ટામેટા અને દૂધી નો જે માવો નીકળેલો વચ્ચે થી એ મિકસર માં પીસી લો.આ પેસ્ટ પેન માં ઉમેરો અને ૩-૪ મીનીટ સાંતળો.
  9. હળદર, મરચું,મીઠું,ધાણા જીરું ઉમેરો અને સરખું સાંતળી લો.
  10. અડધી વાટકી પાણી ઉમેરો અને ગરમ મસાલો તથા કસૂરી મેથી પણ ઉમેરો.
  11. પછી દૂધી ના ટુકડા મુકો અને ઢાંકીને ૩-૪ મિનિટ ચડવા દો.
  12. ૪-૫ મિનિટ પછી તેલ છૂટું પડી જશે અને દૂધી પણ ચડી જશે.
  13. કોથમીર નાખો અને એક ટુકડો શાક નો મૂકીને એની ઉપર રસો નાખો.ગરમાગરમ રોટલી જોડે પીરસો.

  Reviews for Bharwa dudhi Recipe in Gujarati (0)