હોમ પેજ / રેસિપી / ભાખરવડી

Photo of Bhakarvadi by Kavi Nidhida at BetterButter
396
5
0.0(0)
0

ભાખરવડી

Oct-08-2018
Kavi Nidhida
7 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાખરવડી રેસીપી વિશે

ભાખરવડી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ મેંદો
  2. 1 કપ બેસન
  3. લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું
  4. 2 ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  5. સ્ટફિંગ માટે :-
  6. 2 ટેબલ સ્પૂન કોપરા નું ખમણ
  7. 1 ટેબલ સ્પૂન વરિયાળી
  8. 2 ટી સ્પૂન તલ
  9. પોણો કપ બેસન ની સેવ
  10. 1½ ટેબલ સ્પૂન આમલી નો કે લીંબુનો રસ
  11. 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
  12. 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  13. 1 ટી સ્પૂનલાલ મરચું
  14. 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ
  15. હળદર, મીઠું, ચપટી હિંગ.
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક વાસણમાં બંને લોટ, મોણ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી મધ્યમ લોટ બાંધીલો.
  2. તલ, વરિયાળી, સેવ અને કોપરું મીક્સર માં આખું પાખું દળી લો.
  3. એક વાસણમાં સેવ વાળું મિશ્રણ, અને બાકી ના બધા મસાલા તથા આમલી નો રસ મિક્સ કરી લો.
  4. બાંધેલા લોટ માં થી મોટો દડા જેવો લુવો લઈ મોટી રોટલી વણી લો.
  5. તેના પર ફિલિંગ સરખી રીતે પાથરી દો,કિનારી અડધો ઇંચ જેટલી ખાલી રાખવી.
  6. કિનારી એ પાણી ચોપડી, કઠણ રોલ વાળી લો.
  7. એક એક ઇંચ ના ટુકડા કરી લો.
  8. ગરમ તેલ માં ધીમા તપે બ્રાઉન રંગની તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર