Open in app

ખડા પાઉં ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Shraddha Patel9th Oct 2018

Khada pau bhaji ના વિશે

Ingredients to make Khada pau bhaji in gujarati

  • ત્રણ નંગ બટાકા
  • બે નંગ બારીક સમારેલા ટામેટા
  • એક કેપ્સિકમ બારીક સમારેલુ
  • ફ્લાવર ના 12-15 ફુલ
  • એક કપ ફણસી
  • એક કપ વટાણા
  • અડધી દૂધી
  • એક ટુકડો આદુ
  • ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચા ની પેસ્ટ
  • ચાર ચમચી બટર
  • એક ચમચી ધાણા જીરું પાવડર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી પાઉં ભાજી મસાલા
  • ત્રણ ચમચી બારીક સમારેલી કોથમીર
  • એક લીંબુ નો રસ

How to make Khada pau bhaji in gujarati

  1. સૌ પ્રથમ બટાકા, દૂધી, ફણસી અને ફ્લાવર ધોઈ ને ચોરસ કટકા મા કાપી ને મીઠું નાખી બાફી લેવું સાથે વટાણા પણ ઉમેરી દેવા.
  2. હવે એક કઢાઈ મા બટર ગરમ કરો.
  3. ત્યારબાદ તેમાં આદુ ને છીણો અને પછી કેપ્સિકમ ના કટકા ઉમેરી સાંતળો.
  4. ત્યારબાદ ટામેટા ઉમેરી ચઢવા દો.
  5. બધું ચઢી જાય પછી બાકીના બાફેલા શાકભાજી ઉમેરી દો.
  6. હવે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચા ની પેસ્ટ, ધાણાજીરું પાવડર, પાઉં ભાજી મસાલા નાખી મિક્સ કરી લો.
  7. થોડી વાર ચઢવા દો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું.
  8. ત્યારબાદ લીંબુ નો રસ ઉમેરી દો અને મિક્સ કરી લો.
  9. હવે ભાજી મા બટર અને કોથમીર નાખી પાઉં સાથે પીરસો.

Reviews for Khada pau bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khada pau bhaji in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • પાવ ભાજી

    2 likes
  • સાય ભાજી

    1 likes
  • ભાજી બટાકા

    2 likes
  • કલીની ભાજી

    0 likes
  • થેપલા ભાજી

    0 likes