ઇન્સ્ટન્ટ ઢોકળાં | Instant Dhokla Recipe in Gujarati

ના દ્વારા Apeksha's Kitchen  |  11th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Instant Dhokla by Apeksha's Kitchen at BetterButter
ઇન્સ્ટન્ટ ઢોકળાંby Apeksha's Kitchen
  • તૈયારીનો સમય

    30

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

10

0

ઇન્સ્ટન્ટ ઢોકળાં વાનગીઓ

ઇન્સ્ટન્ટ ઢોકળાં Ingredients to make ( Ingredients to make Instant Dhokla Recipe in Gujarati )

  • 2 વાટકી સૂજી
  • 1 વાટકી દહીં
  • 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી તેલ
  • 1 ટી-સ્પુન ખાવાનો સોડા
  • પાણી જરૂર મુજબ
  • વઘાર માટે
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી તલ
  • 2 લીલા મરચાં
  • કરી લીમડો
  • કોથમીર

How to make ઇન્સ્ટન્ટ ઢોકળાં

  1. એક બાઉલમાં સુજી લઈ તેમાં દહીં, તેલ, મરચાં ની પેસ્ટ, મીઠું નાખી પાણી ઉમેરી ઢોકળાં નું ખીરું તૈયાર કરીલો.
  2. ખીરું ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મુકો.
  3. 30 મિનિટ પછી એક બાજુ ઢોકળાંના કુકરમાં પાણી મુકી ગરમ કરવા માટે મુકો.
  4. અને એક બાજુ ઢોકળાંના ખીરામા સોડા નાખી બરાબર મિક્સ કરી લો અને પ્લેટમાં તેલ લગાવી ખીરું પ્લેટમાં નાખી કુકરમાં ચઢવા મુકો.
  5. 15 મિનિટ પછી કાઢીલો અને તેને કટ કરી લો.
  6. વઘાર માટે એક પેન મા તેલ મુકી ગરમ કરો અને તેમા રાઈ, તલ, લીલા મરચાં અને લીમડો નાખી ઢોકળાં પર નાખીદો.
  7. તૈયાર છે એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ ઢોકળાં.

My Tip:

ઢોકળાં ને હેલ્થી બનાવવા ખીરુંમા વેજીટેબલ ઉમેરી શકાય.

Reviews for Instant Dhokla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો