ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકો | Upvas Special sSpicy Dudhi Lachko Recipe in Gujarati

  ના દ્વારા Mumma's kitchen  |  11th Oct 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Upvas Special sSpicy Dudhi Lachko by Mumma's kitchen at BetterButter
  ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકોby Mumma's kitchen
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   2

   લોકો

  1

  0

  ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકો

  ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકો Ingredients to make ( Ingredients to make Upvas Special sSpicy Dudhi Lachko Recipe in Gujarati )

  • 500 ગ્રામ દૂધી
  • અડધો કપ અધકચરા સિંગદાણા વાટેલા
  • 2 ટેબલ સ્પૂન લીલા તીખા મરચાની પેસ્ટ
  • આઠ થી દસ મીઠા લીમડાના પાન
  • અડધો કપ દહીં
  • 1 ટે. સ્પૂન સાકર
  • બારીક સમારેલી કોથમીર
  • 2 થી 3 ટેબલ સ્પૂન તેલ
  • 1 ટેબલ સ્પૂન જીરુ

  How to make ઉપવાસ સ્પેશિયલ સ્પાઈસી દુધી લચકો

  1. સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેમા જીરુ લીમડા ના પાન નાખી તેમા દુધી નુ ખમણ ઉમેરો.
  2. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચાની પેસ્ટ ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો.
  3. ત્યારબાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સાંતળી લો અને તેમા શીંગદાણા નો અધકચરો ભૂકો ,સાકર અને દહીં ઉમેરો.
  4. હવે તેને ફરી એકવાર હળવા હાથે મિક્સ કરી લો તેમા સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી, ગરમા ગરમ પીરસી દો, આ લચકો રાજગરા ના પરાઠા સાથે પીરસી શકાય છે અને તેને એકલુ પણ ખાઈ શકાય છે.

  My Tip:

  તમે દૂધી ની બદલે સુરણ, બટાકા ની પણ આવી જ રીતે બનાવી શકો છો.

  Reviews for Upvas Special sSpicy Dudhi Lachko Recipe in Gujarati (0)