Photo of Daal kachori by Hiral Hemang  Thakrar at BetterButter
1409
6
0.0(2)
0

Daal kachori

Oct-13-2018
Hiral Hemang Thakrar
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બાફેલી તુવરદાળ 1 કપ
  2. શિંગદાણા 1 ચમચો
  3. મીઠો લીમડો, આદું-મરચાં, ટમેટા જરૂરત મુજબ
  4. તજ, લવિંગ, તમાલપત્ર વઘારમાટે
  5. રાય, જીરૂ, હીંગ, મેથી વઘારમાટે
  6. મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ સ્વાદમુજબ
  7. ગરમ મસાલો 1 ચમચી
  8. લીંબુનો રસ 2 ચમચી
  9. ગોળ 1 ચમચો
  10. તેલ જરૂરત મુજબ
  11. પાણી
  12. બાફેલા બટેટા 3 નંગ મિડિયમ સાઈઝના
  13. સમારેલી કોથમીર 1 ચમચી
  14. ધઉંનો લોટ 1 કપ

સૂચનાઓ

  1. પૂર્વ તૈયારીના રૂપમાં બટેટા અને તુવરદાળ બાફીને રાખવી.
  2. ઘઉંના લોટમાં 1 ચમચો તેલનું મોણ ઉમેરી સ્વાદમુજબ મીઠું મરચું હળદર ઉમેરી થેપલા નો લોટ તૈયાર કરીએ એવો લોટ બાંધવો.
  3. હવે દાળ કચોરી બનાવવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા દાળ તૈયાર કરશું જે ધીમે ધીમે ઉકળે એ દરમિયાન કચોરી તૈયાર કરશું.
  4. એક કુકર લો તેને ગેસ પર મધ્યમ તાપે મુકો 2 ચમચા તેલ ઉમેરો... તેલ ગરમ થાય એટલે રાય જીરૂ હીંગ મેથી તમાલપત્ર તજ લવિંગનો વઘાર કરવો.....
  5. હવે તેમાં 1ચમચી શિંગદાણા ઉમેરી જરા શેકો, ત્યારબાદ આદું-મરચાં મીઠો લીમડો સમારેલા ટમેટા ઉમેરો..... વઘાર થઈ ગયા બાદ બાફેલી ક્રશ કરેલી તુવરદાળ ઉમેરો જરૂરત મુજબ પાણી ઉમેરવું.
  6. હવે દાળમાં મરચું મીઠું ધાણાજીરૂ હળદર ગરમ મસાલો ગોળ અને લીંબુનો રસ ઉમેરી ધીમે ધીમે ઉકાળી ખટ્ટમીઠી દાળ તૈયાર કરો.....
  7. આ દાળને ધીમે તાપે ઉકળવા દો.....
  8. હવે દાળમાં ઉમેરવાની કચોરી તૈયાર કરીએ....
  9. બાફેલા બટેટાનો માવો કરી તેમાં સમારેલી કોથમીર મીઠું મરચું ધાણાજીરૂ સ્વાદમુજબ ઉમેરી મિકસ કરી નાના નાના ગોળા વાળી લો.
  10. ઘઉંના લોટમાં મસાલો ઉમેરી જે લોટ બાંધીને રાખ્યો છે એમાંથી નાની નાની પુરી વણી એક એકમાં બટેટાના તૈયાર કરેલાં ગોળા મુકી ચપટી લઈને બંધ કરી કચોરી તૈયાર કરો..... એવી રીતે બધી કચોરી તૈયાર કરીને ઉકળતી દાળમાં ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 3 વ્હીસલ થવા દો.
  11. લો તૈયાર છે ગરમાગરમ દાળ કચોરી... સમારેલી કોથમીર ઉમેરી પીરસો.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavna Nagadiya
Oct-16-2018
Bhavna Nagadiya   Oct-16-2018

ખુબ સરસ

Varsha Joshi
Oct-13-2018
Varsha Joshi   Oct-13-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર