હોમ પેજ / રેસિપી / પાલક ઢોકળા

Photo of Palak dhokla by vaishali nandola at BetterButter
119
1
0(0)
0

પાલક ઢોકળા

Oct-14-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ઢોકળા રેસીપી વિશે

પાલક મા કાબૉહાડ્રેટસ,ફાઈબર,પ્રોટીન રહેલુ છે.અને તેમા વિટામીન એ,બી,સી ,કેલ્સીયમ ,મેગનેશીયમ રહેલુ હોવાથી હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 8 થી 10 પાલકના પાન
  2. 2 1/2 વાટકી ખીરુ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1/2 ચમચી આદુ,મરચા ની પેસ્ટ
  5. 1/4 ટીસ્પુન સોડા
  6. વઘાર માટે
  7. રાય,જીરુ,મરચા,લીમડો,તેલ
  8. 1 ક્યુબ ચીઝ
  9. જૈન સેઝવાન સૉસ માટે
  10. 4 ટમેટા
  11. 1 ટે.સ્પુન ઓરેગાનો
  12. 1 ટે.સ્પુન ચીલી ફ્લેક્સ
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. 1/2 ટી.સ્પુન સાકર
  15. 1 ટે.સ્પુન લાલ મરચુ અથવા 1/2 લેવુ
  16. 3. થી 4 ટે.સ્પુન તેલ

સૂચનાઓ

  1. સૉસ તૈયાર કરવા
  2. ટમેટાને વચ્ચેથી કટ કરી બે પીસ કરો
  3. નૉનસ્ટીક પૅન મા તેલ લઈ તેમા ટમેટા નાખી હલાવો.તેલ બધા ટમેટા પર બરાબર થી લાગે તે ધ્યાન રાખો.
  4. હવે ઢાંકીને ચડવા દો.
  5. 7 થી 8 મિનિટ પછી ખોલી ને જુઓ
  6. ટમેટાની છાલ નરમ પડશે.તેને ચમચા કે ચીપીયાની મદદથી કાઢી લો.
  7. ટમેટા ને ચમચાની મદદ થી સ્મેશ કરો.તેમા ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મીઠુ અને સાકર ,મરચુ નાખીને બરાબર મિક્સ કરી ફરી ચડવા દો
  8. ટમેટાનુ પાણી બળે એટલે ગેસની જ્યોત બંધ કરી ઠંડુ પડવા દો.
  9. જરુર લાગે તો પીસી લો.અથવા એમ રાખો તો પણ ચાલે.
  10. ઢોકળા માટે
  11. પાલકના પાન ને બાફી પ્યોરી બનાવો
  12. ખીરા મા મીઠુ,આદુ મરચાની પેસ્ટ,પાલકની પ્યોરી,સો ડા નાખો
  13. બધુ મિક્સ કરી ઢોકળા બા ફી લો.
  14. ઠુડુ થવા દો
  15. વઘાર માટે
  16. તેલ ગરમ કરી રાય,જીરુ ,મરચા, લીમડો નાખી ઢોકળા પર નાખો
  17. પીસ કરી પછી વઘાર કરવો
  18. હવે તેના પર તૈયાર કરેલો સેઝવાન સૉસ લગાડો.અને ચીઝ થી સજાવી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર