હોમ પેજ / રેસિપી / ફરાળી પેટીસ

104
6
0.0(0)
0

ફરાળી પેટીસ

Oct-15-2018
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પેટીસ રેસીપી વિશે

ફરાળી પેટીસ ની રેસીપી આલુ ટીકી ને મળતી આવે છે. બંનેમાં બાહરી પડ તરીકે બટેકા નો ઉપયોગ થયો હોય છે. ફરાળી પેટીસ એ સ્વાદમાં મીઠી, ગળ્યી હોય છે. આ રેસિપીમાં મે તાજા નારિયળ અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. તેમજ સ્ટફિંગમાં કિશમિશ નો ઉપયોગ કર્યો છે. તેમજ આ ફરાળી પેટીસ હોવાથી મેં તેમાં આરા નો લોટ નો ઉપયોગ કર્યો છે. આ એક પ્રખ્યાત ગુજરાતી સ્નેક છે. જે બનાવવામાં ખૂબજ સરળ છે. સ્વાદમાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. મેં આ ફરાળી પેટીસ ને કોથમીરની ચટણી સાથે સર્વ કરી છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • નવરાત્રી
 • ગુજરાત
 • શેકેલું
 • બાફવું
 • તળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. બહારી પડ માટે
 2. ૨ કપ બાફેલા બટેટા
 3. ૩ મોટી ચમચી આરા નો લોટ
 4. સિંધવ મીઠું સ્વાદાનુસાર
 5. સ્ટફિંગ માટે
 6. ૧/૪ કપ ખમણેલું કોપરું
 7. ૩ મોટી ચમચી શીંગ ના દાણા
 8. ૩ મોટો ચમચી કાજુ
 9. ૨ ચમચી કીશમિશ
 10. ૧/૨ નાની ચમચી ખાંડ
 11. ૧/૨ કપ બારીક સમારેલી કોથમરી
 12. ૧ નાની ચમચી લીલા મરચાં ની પેસ્ટ
 13. સિંધવ મીઠું સ્વાદ મુજબ
 14. ૨ ચમચી ઘી (શેકવા માટે)
 15. તળવા માટે તેલ

સૂચનાઓ

 1. એક બાઉલ લો.
 2. તેમાં બાફેલા બટાકા નાખો.
 3. તેને મેશર થી બરાબર મેશ કરી લો.
 4. હવે તેમાં આરા નો લોટ ઉમેરો.
 5. સ્વાદાનુસાર મીઠું નાખો.
 6. હાથ ની હથેળી વડે બરાબર મિક્સ કરી લો.
 7. તેને કવર કરી ને એક તરફ મૂકો.
 8. એક નાની કડાઈ લો.
 9. તેમાં થોડું ઘી ઉમેરો.
 10. ઘી ગરમ થાય એટલે તેમાં શિંગ ના દાણા શેકી લો.
 11. ધીમા તાપે શેકો.
 12. કરકરા થાય ત્યાં સુધી શેકો.
 13. ત્યાર બાદ એક વાડકા માં કાઢી લો.
 14. હવે તે કડાઈ મા થોડુ ઘી ગરમ કરવા મૂકો.
 15. તેમાં કાજુ ને શેકી લો.
 16. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
 17. એક વાડકા માં કાઢી ને એક તરફ મૂકો.
 18. હવે એક મિક્સર ની જાર લો.
 19. તેમાં શેકેલી શીંગ અને કાજુ નાખી ને અધકચરા ક્રશ કરી લો.
 20. હવે એક બાઉલ લો.
 21. તેમાં ખમણેલું નાળિયેર ઉમેરો.
 22. ક્રશ કરેલા કાજુ અને શીંગ પણ નાખો.
 23. હવે તેમાં કિશમિશ, ખાંડ, લીંબુ નો રસ, કોથમીર અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો.
 24. સ્વાદાનુસાર મીઠું નાખો.
 25. બધી સામગ્રી ને બરાબર મિક્સ કરી લો.
 26. હવે તૈયાર કરેલા બટેટા ના મિશ્રણ ના નાના નાના મિડિયમ સાઇઝ ના ગોળા બનાવી લો.
 27. એક ગોળો લો અને તેને હાથ ની હથેળી વડે ફેલાવી લો. (ગોળાકાર)
 28. હવે તેમાં તૈયાર કરેલ કોપરા નું મિશ્રણ નાંખો.
 29. કોર ને ભેગી કરી ને પેટીસ ના આકર માં ગોળ વાળી લો.
 30. આ રીતે બધી પેટીસ બનાવી લો અને એક તરફ મૂકો.
 31. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
 32. તેલ ગરમ થાય એટલે પેટીસ ને તળી લો.
 33. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
 34. પેટીસ ને પેપર ટાવેલ ઉપર નાખી ને નીતરવા દો.
 35. ગરમાગરમ કોથમીર અને શીંગ ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર