સ્ટફ મગની દાળના ચીલા | Stuffed Moong Dal Chilla Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  15th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed Moong Dal Chilla by Purvi Modi at BetterButter
સ્ટફ મગની દાળના ચીલાby Purvi Modi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

6

0

સ્ટફ મગની દાળના ચીલા

સ્ટફ મગની દાળના ચીલા Ingredients to make ( Ingredients to make Stuffed Moong Dal Chilla Recipe in Gujarati )

 • મગની દાળ ૧ અને ૧/૨ કપ
 • ચોખા ૧/૪ કપ
 • મીઠું સ્વાદ અનુસાર
 • લીલા મરચાં ૪-૫
 • હીંગ ૧/૪ ટી સ્પૂન
 • સ્ટફિંગ માટે:-
 • તેલ ૩-૪ ટી સ્પૂન
 • વાટેલા આદુ મરચાં ની પેસ્ટ ૧ ટેબલસ્પૂન
 • સમારેલી કોબીજ ૩/૪ કપ
 • સમારેલું કેપ્સીકમ ૧
 • છીણેલું ગાજર ૩/૪ કપ
 • છીણેલું પનીર ૧૦૦ ગ્રામ
 • મીઠું સ્વાદ અનુસાર
 • વાટેલા કાળા મરી ૧/૨ ટી સ્પૂન
 • ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
 • સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન
 • અન્ય સામગ્રી:-.
 • તેલ
 • લીલી ચટણી

How to make સ્ટફ મગની દાળના ચીલા

 1. સૌપ્રથમ મગની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૪-૫ કલાક સુધી પલાળી રાખો.
 2. ત્યારબાદ તેને લીલા મરચાં સાથે જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.
 3. સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ ઉમેરો.
 4. ખીરું થોડું ઘટ્ટ રાખવાનું છે.
 5. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.
 6. સમારેલી કોબીજ, છીણેલું ગાજર, કેપ્સિકમ ઉમેરી બરાબર સાંતળો.
 7. શાકભાજી ને ક્રનચી રાખવાના છે.
 8. મીઠું, ચાટ મસાલો, વાટેલા કાળા મરી ઉમેરી બરાબર મિક્સ કરો.
 9. ગેસ બંધ કરી છીણેલું પનીર અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
 10. હવે ઢોસા ની તવી ગરમ કરો. તેની ઉપર થોડું તેલ લગાવી પેપર નેપકીન થી લૂછી લો.
 11. હવે એક મોટો ચમચો ભરીને ખીરું મૂકી તેને ચમચાની મદદથી ગોળાકાર માં ફેલાવો.
 12. કિનારીએ તેલ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો.
 13. પલટાવી બીજી બાજુ શેકી લો.
 14. હવે ચિલ્લા ની વચ્ચે સ્ટફિંગ મૂકી તેને બંધ કરી દો.
 15. ગરમાગરમ મગની દાળ ના ચિલ્લા ને લીલી ચટણી સાથે પરોસો.

My Tip:

તમે ખીરામાં પાલક ની પેસ્ટ ઉમેરો શકો છો.

Reviews for Stuffed Moong Dal Chilla Recipe in Gujarati (0)