BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Bottle Gourd Curry

Photo of Bottle Gourd Curry by Solanki Minaxi at BetterButter
0
6
0(0)
0

દૂધી નો ઓળો

Oct-16-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નો ઓળો રેસીપી વિશે

ચટપટું અને જલદી બની જાય એવુ આ શાક છે.જે રોટલી, પરાઠા અને ખીચડી જોડે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ બાફીને મેશ કરેલી દૂધી
  2. ૧ ટેબલસ્પૂન તેલ
  3. ૨ આખા લાલ મરચાં
  4. ૧/૨ ટી સ્પૂન જીરું
  5. ૧ ટી સ્પૂન છીણેલું આદું
  6. ૩ છીણેલા ટામેટા
  7. ૧/૨ ટી સ્પૂન હિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ટી સ્પૂન હળદર
  10. ૧ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
  11. ૨ ટી સ્પૂન ધાણાજીરુ
  12. ૨ ટી સ્પૂન પાઉંભાજી મસાલો
  13. ૧ ટેબલસ્પૂન મલાઈ
  14. ૧ ટેબલસ્પૂન દહીં

સૂચનાઓ

  1. પેન માં તેલ ગરમ કરો.
  2. તેમાં જીરું નાખી,તતડે એટલે લાલ મરચાનો વઘાર કરવો.
  3. છીણેલું આદું નાખી સાંતળી લો પછી તેમાં ટામેટા નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.
  4. પછી તેમાં હિંગ , મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી ૧ મિનિટ સાંતળો.
  5. પછી તેમાં બાફી ને મેશ કરેલી દૂધી નાખી ઢાંકી ને ૩ મિનિટ સુધી રહેવા દો.
  6. પછી તેમાં મલાઈ અને દહીં ઉમેરીને મિક્સ કરી ઢાંકી ને ૧ મિનિટ પકવો.
  7. દૂધી નો ઓળો તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર