હોમ પેજ / રેસિપી / ગોબા પૂરી

Photo of Goba puri by Dimpal Patel at BetterButter
183
6
0.0(0)
0

ગોબા પૂરી

Oct-17-2018
Dimpal Patel
30 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોબા પૂરી રેસીપી વિશે

ગુજરાત માં દિવાલી ના સમયે આ પૂરી બનાવવામાં આવે છે. ચા સાથે ખૂબ સરસ લાગે છે. મારા બા ખૂબ જ સરસ બનાવતા હતા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંદો - ૨૫૦ ગ્રામ
  2. રવો - ૨૫૦ ગ્રામ
  3. ઘી - ૨૦૦ ગ્રામ
  4. કાળા મરી નો પાવડર - ૧ મોટી ચમચી
  5. મીઠું - ૨ નાની ચમચી
  6. તેલ - ૨ કપ (તળવા માટે)

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો અને રવો ચાળવો. પછી તેમાં કાળા મરી નો પાવડર , મીઠું અને ઘી મિક્સ કરવું.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો. લોટ ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર મૂકી દેવો.
  3. ૧ નાની ચમચી તેલ નાંખીને લોટ બરાબર મસળી લેવો.
  4. લોટમાંથી નાના લુઆ બનાવીને પૂરી વણી લેવી. પૂરી ની ઉપર કાંટા ચમચીથી કે વેલણ થી કાણા પાડી ને ફરીથી પૂરી ને ૩૦ મિનિટ માટે રહેવા દેવી.
  5. ગરમ તેલમાં પૂરી તળી લેવી.
  6. પૂરી ઠંડી પડે પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર