હોમ પેજ / રેસિપી / ટ્રેડિશનલી ગુજરાતી રાબ
ટ્રેડિશનલી ગુજરાતી રાબ એક સંપૂર્ણ પરંપરાગત ગુજરાતી મીઠી ને ગરમ પીણું છે જે સંપૂર્ણ ઘઉંના લોટ અને ગોળના પાણી થી બનાવવા માં આવે છે. આ રેસીપી મારી દાદી પાસે થી શિખી છું .આ રેસીપી તમને શરીર માં તાત્કાલિક શક્તિ આપે છે. બાળકો માટે અને તેમની રોગપ્રતિકારક શક્તિને વિકસાવવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે ઘઉંના લોટને બદલે બાજરીના લોટ અને રાગીના લોટ સાથે પણ આ રાબ તૈયાર કરી શકો છો. સીઝન બદલાય ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને વાઈરલ ઈન્ફેક્શન થઈ જાય છે. આવામાં જો તમે આ રાબ પિશો તો સૂંઠ ગંઠોડાના કારણે તરત રાહત મળશે. આટલું જ નહિ આ રાબ પીવાથી બીજા રોગ થતા અટકાવી શકાય છે. તો જાણી લો રાબ બનાવવાની સૌથી આસાન રીત
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો