હોમ પેજ / રેસિપી / દુધી ના મુઠીયા

Photo of luaki muthiya recipe by Hiral Pandya Shukla at BetterButter
399
2
0.0(0)
0

દુધી ના મુઠીયા

Oct-21-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી ના મુઠીયા રેસીપી વિશે

આમ તો મેથીના મુઠીયા પણ બનાવી શકાય પણ નાની ઘરે દુધી ના મુઠીયા વધુ બનતા એટલે મેં પણ એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. દુધી નુ ખમણ એક કપ
  2. ઘઉં નો લોટ એક કપ
  3. ચણા નો લોટ બે ચમચી
  4. બાજરી નો લોટ બે ચમચી
  5. આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ એક ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. લાલ મરચું પાવડર એક ચમચી
  8. હળદર એક ચમચી
  9. ખાવાનો સોડા એક ચપટી
  10. લીંબુ નો રસ એક ચમચી
  11. તેલ બે ચમચી
  12. ગરમ મસાલો અડધી ચમચી
  13. વઘાર માટે
  14. તેલ,તલ,ખાંડ,લીમડાના પાન, હીંગ,રાઇ તેમજ ઝીણી સમારેલી ડુંગળી.

સૂચનાઓ

  1. છાલ ઉતારી ખમણેલ દુધી માં ત્રણેય લોટ અને સુકા મસાલા તેમજ એક ચમચી તેલ નાખી રોટલી થી નરમ એવો પાણી થી લોટ બાંધવો..
  2. બાંધેલ લોટ ઉપર તેલ વાળા હાથ થી એક મીનીટ મસળવો.
  3. કઢાઈ માં પાણી ગરમ કરવું
  4. પાણી ને અડે નહીં એવી ચારણી કઢાઇ મા મુકવી
  5. લોટના લાંબા ગોળ લુવા કરી ચારણી ઉપર મૂકી ઢાંકી ને સાત થી આઠ મીનીટ સુધી ચઢવા દો.
  6. થોડા ઠરે એટલે ગોળ કાપી લો.
  7. એક કઢાઇ મા વઘાર ની બધી વસ્તુઓ સાંતળો અને કાપેલા મુઠીયા નાંખી બે થી ત્રણ મીનીટ સુધી હલાવો.
  8. મુઠીયા ને ચા અથવા કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર