હોમ પેજ / રેસિપી / ખીર, પુરી અને બટેટા નું શાક

Photo of puri,sabji and kheer by Hiral Pandya Shukla at BetterButter
2950
4
0.0(0)
0

ખીર, પુરી અને બટેટા નું શાક

Oct-21-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીર, પુરી અને બટેટા નું શાક રેસીપી વિશે

જયારે વેકેશન દરમ્યાન નાની ઘરે જતા ત્યારે આ વાનગી જરુર થી બનતી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પુરી માટે...
  2. બે કપ ઘઉંનો લોટ
  3. બે ચમચી સુજી
  4. મોણ માટે તેલ
  5. હળદર, મીઠું, લાલ મરચુંપાવડર અને ઘાણાજીરુ સ્વાદ અનુસાર.
  6. પાણી લોટ બાંધવા માટે
  7. બટેટા ના શાક માટે...
  8. ત્રણ મીડીયમ સાઇઝના બટેટા સમારેલા.
  9. હળદર એક ચમચી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ધાણાજીરુ એક ચમચી
  12. લાલ મરચું પાવડર એક ચમચી
  13. તેલ બે ચમચા
  14. લીંબુ નો રસ એક ચમચી
  15. રાઇ અને હીંગ વઘાર માટે
  16. ગરમ મસાલો એક ચમચી
  17. પાણી રસા માટે જરુર મુજબ
  18. ખીર માટે.....
  19. અડધો લીટર દુધ
  20. એક કપ ભાત
  21. ઝીણા સમારેલા સુકા મેવા અને કેસર.
  22. ખાંડ એક કપ.

સૂચનાઓ

  1. ઘઉંના લોટમાં સુઝી અને બઘા સુકા મસાલા અને તેલ નાખી પાણી થી મીડીયમ એવો લોટ બાંધો.
  2. લોટ ઉપર તેલ વાળો હાથ લગાવી પાંચ મિનિટ સુધી ઢાંકી દો.
  3. થોડી વાર મસળી અને નાના લુવા કરી પુરી વણીને ગરમ તેલમાં તળી લો.
  4. કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ નાંખી બટેટા નાંખી દો.
  5. બધા સુકા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાંખી ને હલાવી ઢાંકી પાચ સીટી કરી લો.
  6. લીંબુ નો રસ નાખી પીરસો.
  7. ખીર માટે દૂધ ગરમ કરી તેમાં ભાત, કેસર અને ખાંડ તેમજ થોડા સુકા મેવા નાંખી પાંચ મિનિટ ઉકાળીને ઉતારી લો અને સુકા મેવા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર