હોમ પેજ / રેસિપી / ખાટ્ટા ઢોકળા

Photo of khatta dhokla by Hiral Pandya Shukla at BetterButter
653
6
0.0(0)
0

ખાટ્ટા ઢોકળા

Oct-23-2018
Hiral Pandya Shukla
960 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટ્ટા ઢોકળા રેસીપી વિશે

મેં ઢોકળાં ઢોકળીયા મા બનાવ્યા છે નાની કઢાઇ મા ઉપર થાળી મુકી બનાવતા. ખુબ જ સરસ બનતા અને અમે ગરમાગરમ ખાઈ જતાં:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ચણાની દાળ.
  2. અડધો કપ ચોખા
  3. એક નાની વાટકી અળદ ની દાળ
  4. એક નાની વાટકી મગ ની દાળ
  5. એક ચમચી મરચું પાવડર
  6. અડધી ચમચી હડદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરુર મુજબ
  9. એક ચમચી ખાવાનો સોડા
  10. બે મોટી ચમચી તેલ
  11. મેથીના દાણા એક ચમચી
  12. આદુ, લસણ અને મરચા ની પેસ્ટ બે ચમચી

સૂચનાઓ

  1. ત્રણેય દાળ અને ચોખા ને આઠ કલાક સુધી અલગ અલગ પલાડી દો.
  2. ત્રણેય ને અલગ અલગ પીસી લો.
  3. આ ત્રણેય ને એક મોટા વાસણ માં ભેગું કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો અને મેથી દાણા ઉમેરો.
  4. ઉપર ડુંગળી ના ફોતરા મુકી આથો આવવા ઢાંકી ને આઠ કલાક ગરમ જગ્યાએ મુકી દો.
  5. ઢોકળીયામા પાણી ગરમ થવા મુકી દો.
  6. જેટલુ ખીરું ઢોકળીયા મા મુકવું હોય એટલુ અલગ કરી સુકા મસાલા ઉમેરો.
  7. ડીશ તેલ થી ચીકણી કરી ખીરુ ઉમેરી ઉપર લાલ મરચું પાવડર ભભરાવીને પંદર મિનિટ મધ્યમ આચે બાફવા દો.
  8. પાંચ મિનિટ પછી ડીશ માંથી કાઢી લો
  9. કાચાં તેલ સાથે, લસણની તેલ વાડી ચટણી સાથે, કેચપ સાથે અથવા ચા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર