લસણીયા રોટલા ને રીંગણ નો ઓળો | Lasaniya rotla ne ringan no olo Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  23rd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Lasaniya rotla ne ringan no olo by Dr.Kamal Thakkar at BetterButter
લસણીયા રોટલા ને રીંગણ નો ઓળોby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

12

0

લસણીયા રોટલા ને રીંગણ નો ઓળો વાનગીઓ

લસણીયા રોટલા ને રીંગણ નો ઓળો Ingredients to make ( Ingredients to make Lasaniya rotla ne ringan no olo Recipe in Gujarati )

 • રીંગણ ના ઓળા માટે:
 • રીંગણ ૨(મધ્યમ)
 • લીલી ડુંગળી ૧/૨ કપ
 • લીલું લસણ ૧/૪ કપ
 • ટામેટા ૧/૨ કપ
 • લીલું મરચું ૧
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • હળદર ૧/૨ નાની ચમચી
 • લાલ મરચું ૧ નાની ચમચી
 • તેલ ૧ મોટી ચમચી
 • ધાણા જીરું ૧ મોટી ચમચી
 • કોથમીર ૨ મોટી ચમચી
 • લસણીયા રોટલા માટે:
 • બાજરા નો લોટ ૧ કપ
 • લીલું લસણ ૧/૪ કપ
 • આદુ ૧/૨ ઇંચ
 • મીઠું ૧ નાની ચમચી
 • ઘી

How to make લસણીયા રોટલા ને રીંગણ નો ઓળો

 1. પેલા રીંગણ ને ધોઈને લાંબા કાપા પાડી લો.અંદર થી તપાસી લો .
 2. તેલ વાળો હાથ લગાવી રીંગણ ને સીધા ગેસ પર સેકી લો.બધી બાજુ થી ફેરવી ને શેકી લો.
 3. બધી બાજુ થી શેકાઈ જાય એટલે એક તપેલા માં મૂકીને ઢાંકી દો.
 4. ૧૦ મિનિટ પછી રીંગણ ની છાલ કાઢી નાંખો.
 5. લોયા માં તેલ ગરમ મુકો.લીલું લસણ ઉમેરો.
 6. લીલી ડુંગળી ઉમેરો.સેહેજ મીઠું નાખીને હલાવો.
 7. બે મિનિટ પછી સમારેલા ટામેટા ઉમેરો.
 8. ઢાંકીને ચડવા દો.ટામેટા નરમ થાય એટલે હળદર,મીઠું,લાલ મરચું ને ધાણા જીરું નાખો.
 9. સરખું હલવાને મસળેલું રીંગણ નાખો.
 10. હલાવીને બે મિનિટ ચડવા દો.કોથમીર નાખીને ગેસ બંદ કરો.
 11. લસનિયા રોટલા માટે બાજરા નો લોટ,જીનું સમારેલું લસણ,મીઠું એક વાસણ માં લો.લસણ નો સફેદ ભાગ ને આદુ ને થોડું વાટીને નાખો.
 12. પાણી નાખતા જાઓ અને લોટ બાંધી લો.
 13. હાથે થી રોટલો બનાવો અને તાવડી પર બંને બાજુ શેકીને છેલ્લે ગેસ પર નાખીને ફુલાવો.
 14. લસનિયો રોટલો તૈયાર છે.
 15. ઉપર ઘી લગાવો અને જીનું સમારેલું લસણ છાંટો.ગરમાગરમ લસનિયા રોટલા રીંગણ ના ઓળા સાથે પીરસો.સાથે ગોળ ઘી ,લીલા મરચા પણ પીરસો.

Reviews for Lasaniya rotla ne ringan no olo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો