હોમ પેજ / રેસિપી / ગુજરાતી કઢી

Photo of Gujarati Kadhi by Purvi Patel at BetterButter
657
3
0.0(0)
0

ગુજરાતી કઢી

Oct-24-2018
Purvi Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી કઢી રેસીપી વિશે

ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખાટું દહીં ૩ વાટકી
  2. પાણી 2 વાટકી
  3. ચણા નો લોટ 2 મોટી ચમચી
  4. આદુ લસણ ની પેસ્ટ ૧ નાની ચમચી
  5. લીલા મરચા ની પેસ્ટ એક નાની ચમચી
  6. આખા લાલ મરચા 1
  7. મીઠો લીમડો 5 થી 6 પાંદડા
  8. લવિંગ 2-૩
  9. મેથી ના દાણા એક નાની ચમચી
  10. રાઈ 1/2 નાની ચમચી
  11. જીરું ½ નાની ચમચી
  12. ગોળ ૧ મોટી ચમચી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઘી અથવા તેલ
  15. ધાણા જીણા સમારેલ

સૂચનાઓ

  1. એક વાસણ ની અંદર ચણા ના લોટ ને ચારી લો, હવે બીજા વાસણ તેની અંદર ચણાનો લોટ અને દહીં નાખી સરખી રીતે મિક્ષ કરો. એક બાબત નું ધ્યાન રાખવું તેમાં કણી કણી રહી ના જાય.
  2. હવે દહીં અને  ચણાના  લોટના મિશ્રણ ની અંદર પાણી ઉમેરી સરખી રીતે મિક્ષ કરો.
  3. એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો, તેલ ગરમ થયા પછી તેમાં , રાઈ, જીરું, મેથી ના દાણા, મીઠો લીમડો અને આખા લાલ મરચા ઉમેરો અને વઘાર આપો.
  4. હવે તજ અને લવિંગ ઉમેરી ૩૦ સેકંડ સુધી ધીમા તાપમાને સેકો.
  5. હવે લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને 2 મિનીટ સુધી સેકો.
  6. હવે તે વઘાર ની અંદર ચણાના લોટ અને દહીં નું મિશ્રણ ઉમેરો અને કઢી ઉકળે નહિ ત્યાં સુધી તેને હલાવો . જયારે કઢી ઉકળી જાય ત્યારે ગેસ ધીમો કરી તેમાં મીઠું અને ગોળ નાખી 15 થી 20 મિનીટ ચડવા દો.
  7. સરખી રીતે ચડ્યા પછી ગેસ બંધ કરી દો અને તેમાં લીલા ધાણા  છાંટી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર