હોમ પેજ / રેસિપી / તૂરિયા પાત્રા નું શાક

Photo of Torai patra sabji by Purvi modi at BetterButter
688
3
0.0(0)
0

તૂરિયા પાત્રા નું શાક

Oct-24-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તૂરિયા પાત્રા નું શાક રેસીપી વિશે

આ મારા દાદી ની રેસીપી છે. મસાલેદાર અને ચટપટું એવું આ શાક સૌકોઈ ને ભાવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. તૂરિયા ૨૫૦ ગ્રામ
  2. તેલ ૪-૫ ટી સ્પૂન
  3. રાઈ ૧ ટી સ્પૂન
  4. હીંગ ચપટી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. હળદર ૧/૨ ટી સ્પૂન
  7. લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
  8. ધાણા જીરું પાઉડર ૧ ટી સ્પૂન
  9. ગોળ ૧ ટી સ્પૂન
  10. પાત્રા માટે:-
  11. અળવી નાં પાન (મધ્યમ કદના) ૩ નંગ
  12. ચણાનો લોટ ૧ કપ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. હળદર ૧/૪ ટી સ્પૂન
  15. આદુ મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન
  16. લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
  17. આમલીની પેસ્ટ ૧ ટેબલસ્પૂન
  18. ગોળ ૧ ટેબલસ્પૂન
  19. તેલ ૨ ટી સ્પૂન
  20. ખાવાનો સોડા ચપટી

સૂચનાઓ

  1. સૌપ્રથમ અળવી નાં પાન ને ધોઈ તેની મોટી અને જાડી નસો દૂર કરો. એક બાઉલમાં પાત્રા માટે ની બધી સામગ્રી (અળવી નાં પાતરા સિવાય) ભેગી કરી જરુર મુજબ પાણી લઈ બેટર તૈયાર કરો.
  2. દરેક પાન ની પાછળ ની બાજુ બેટર લગાવી એક ની ઉપર એક મૂકી રોલ વાળી દો.
  3. રોલ ઠંડો પડે એટલે તેના કટકા કરી લો.
  4. તૂરિયા ને ધોઈ તેની છાલ કાઢી કટકા કરી લો.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ ઉમેરો.
  6. હવે તેમાં સમારેલા તૂરિયા ઉમેરીને મીઠું અને હળદર ઉમેરો.
  7. થોડું પાણી ઉમેરીને ઢાંકીને ચઢવા દો.
  8. તૂરિયા લગભગ ચઢવા આવે એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.
  9. હવે તેમાં બાફેલા પાત્રા ના ટુકડા અને થોડું પાણી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી ઢાંકીને થવા દો.
  10. તૈયાર છે તૂરિયા પાત્રા નુ શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર