હોમ પેજ / રેસિપી / દહી તીખારી

Photo of dahi tikhari by Hiral Pandya Shukla at BetterButter
1006
5
0.0(0)
0

દહી તીખારી

Oct-25-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહી તીખારી રેસીપી વિશે

મારા દાદી વઘારેલુ દહી બનાવતા..મને હજુ એનો સ્વાદ યાદ આવે છે..મે પણ બનાવ્યું છે એવુ જ સ્વાદવાળુ તો ન જ બન્યું પણ સરસ બનાયુ છે અને મારુ મનગમતું શાક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ દહી
  2. એક કપ બારીક સમારેલી ડુંગળી
  3. એક કપ બારીક સમારેલા ટમેટા
  4. ત્રણ થી ચાર લસણની કળી
  5. લાલ મરચું પાવડર બે ચમચી
  6. તેલ ત્રણ ચમચી
  7. જીરું એક ચમચી
  8. ધાણાજીરુ બે ચમચી
  9. ગરમ મસાલો એક ચમચી
  10. હળદર એક ચમચી
  11. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. લસણ ને ખાંડણી મા અધકચરા જેવુ વાટી લો અને પછી લાલ મરચું પાવડર નાખી વાટી લો.
  2. કઢાઇ મા તેલ મૂકી જીરું નાખી ડુંગળી સાંતળો પછી ટમેટાં સાંતળો.
  3. વાટેલું લસણ અને સુકા મસાલા નાખી સાંતળો.
  4. તેલ છુટે એટલે દહી નાંખી એક જ દિશામાં મીક્સ કરી હલાવો.
  5. એક મીનીટ હલાવો.
  6. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર