હોમ પેજ / રેસિપી / સુરતી ઘારી

Photo of Surti ghari by Apeksha's Kitchen at BetterButter
167
4
0.0(0)
0

સુરતી ઘારી

Oct-26-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી ઘારી રેસીપી વિશે

ઘારી એક પારંપરિક મિઠાઇ છે. જે ચંડી પડવા ના દિવસે સુરત શહેરમાં ખાસ બનાવવા મા આવે છે. જે સ્વાદમાં ખૂબ લાજવાબ લાગે છે. તો જરૂર થી આ મિઠાઇ તમારા ઘરે બનાવશો અને ઘર વાળા ના અને મહેમાનો ના દિલ જીતીલો.

રેસીપી ટૈગ

 • વેજ
 • ભારે
 • તહેવાર
 • ગુજરાત
 • તળવું
 • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 3

 1. 200 ગ્રામ મોળો માવો
 2. 70 ગ્રામ બુરુ ખાંડ
 3. 1 કપ જામખંભાતિયા નુ ઘી
 4. 2 ચમચી ચણાનો લોટ
 5. 1 વાટકી મેંદો
 6. 2 ચમચી ઘી
 7. 2 ચમચી દળેલી ખાંડ
 8. બદામ ની કતરણ
 9. પિસ્તા ની કતરણ
 10. ઇલાયચી પાવડર
 11. ચપટી કેસર દુધ મા પલાળીને રાખેલું
 12. તેલ તળવા માટે
 13. સજાવટ માટે
 14. બદામ, પીસ્તા

સૂચનાઓ

 1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઇને તેમા 2 ચમચી ઘી ઉમેરો અને પાણી થી લોટ બાંધો.
 2. લોટ ખુબ કઠણ પણ ના હોય અને ખુબ ઢીલો પણ ના હોવો જોઈએ સામાન્ય નરમ રાખો.
 3. હવે આ લોટને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
 4. બીજી તરફ એક પેન માં 1 ચમચી ઘી લઈ તેમાં ચણાનો લોટ શેકી લો.
 5. શેકાઈ જાય એટલે તેને એક વાટકી મા કાઢીલો અને ઠંડુ થવાદો.
 6. હવે એજ પેન માં માવો શેકાવા દો માવા માથી ઘી છૂટું પડે અને થોડો કલર બદલાય ત્યાર સુધી શેકો હવે તેને પણ એક વાસણમાં કાઢી ઠંડુ થવાદો.
 7. માવો ઠંડો થાય એટલે તેમાં શેકેલો ચણાનો લોટ, બુરુ ખાંડ, ઈલાયચી પાવડર, કેસર, બદામ અને પિસ્તા નાખી હાથથી બરાબર મિક્સ કરી લો.
 8. હવે તૈયાર કરેલ માવા માથી એક સરખા આકારના બોલ બનાવી ટીક્કી નો શેપ આપો. આ રીતે બઘા માવા માથી ટીક્કી બનાવી લો.
 9. બીજી તરફ મેદાના લોટને બરાબર મસળીને તેના લુઆ બનાવી લેવા.
 10. એક લુવો લઇ તેની પાતળી પુરી બનાવીલો. આ પુરીની વચ્ચે તૈયાર કરેલ માવાની ટીક્કી મુકો અને બધા કીનારા ભેગા કરી કચોરી ની જેમ સીલ કરીદો.
 11. આ રીતે બધી ઘારી તૈયાર કરીલો.
 12. હવે એક પેન માં તેલ ગરમ કરો. તેલ વઘારે ગરમ કરવાનું નથી નહીંતર ઘારી બળી જશે.
 13. હવે એક ઝારા પર ઘારી મુકી બીજા ચમચા થી તેલ લઈ ઘારી પર નાખો. ઘારી ને સીધી તેલમાં ડીપ ફ્રાય કરવાની નથી.
 14. એક બાજુ થી ઘારી તડાઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવીલો અને સેમ પ્રોસેસ થી ચમચા વડે તેલ નાખી આચ્છી ગુલાબી રંગની થાય ત્યાર સુધી તળીલો.
 15. બધી ઘારી તડાઈ જાય એટલે તેને ઠંડી થવાદો.
 16. જામખંભાતિયા નુ ઘી લઈ તેમાં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો હવે આ ઘી માં ઘારી નાખી ઘારી પર ઘી નુ કોટીંગ કરીલો.
 17. હવે તેના પર બદામ અને પિસ્તા લગાવી ડેકોરેટ કરો.
 18. તૈયાર છે આપણી સુરતની પ્રસિધ્ધ ઘારી. જેને તમે ગમેતે પ્રસંગે બનાવી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર