Photo of Kat vada by Apeksha's Kitchen at BetterButter
1978
3
0.0(0)
0

કટ વડા

Oct-26-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કટ વડા રેસીપી વિશે

કટ વડા એ મહારાષ્ટ્રની ખુબ પ્રસિધ્ધ વાનગી છે જે મુળ કોલ્હાપુરની ડિશ છે જેમાં બટેટા વડાને એક તીખી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જેને કટ કહેવાય છે. આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. કટ માટે
  2. 1 મોટી ડુંગળી
  3. 1 મોટો ટુકડો આદુ
  4. 5,6 લસણની કરી
  5. 2 ચમચી કોપરાનું છીણ
  6. 1/2 ફણગાવેલા મઠ
  7. 1 ચમચી લાલ મરચું
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચી ધાનાજીરુ
  10. 1 /2 ચમચી હળદર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. લીંબુનો રસ
  13. કોથમીર ઝીણી સમારેલી
  14. વડા માટે
  15. 2 મોટા બટેટા બાફેલા
  16. 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  17. 1/2 ટી-સ્પુન હળદર
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. તળવા માટે તેલ
  20. ચપટી હીંગ
  21. કોથમીર ઝીણી સમારેલી
  22. 1 વાટકી ચણાનો લોટ
  23. ચપટી હળદર
  24. મીઠું સ્વાદ પ્રમાણે
  25. ચપટી ખાવાનો સોડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં 1 ચમચી તેલ લઈ તેમાં ડુંગળી, લસણ, આદુ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. હવે તેમા કોપરાની છીણ ઉમેરી 2 મિનિટ સુધી સાંતળી લો. હવે આ મિશ્રણને ઠંડું થવાદો.
  3. મિશ્રણ ઠંડું પડે એટલે એક મિક્સરજાર માં લઈ બારીક પેસ્ટ તૈયાર કરીલો.
  4. હવે એક પેન માં 4,5 ચમચી તેલ લઈ તેમાં તૈયાર કરેલ પેસ્ટ એડ કરો અને સાંતળી લો. પેસ્ટ માથી તેલ છૂટું પડે ત્યાંર તેમા લાલ મરચું, ધાનાજીરુ, હળદર અને ગરમ મસાલો નાખી સાતળી લો.
  5. હવે તેમા મીઠું અને ફણગાવેલા મઠ નાખવા અને થોડો રસો થાય એટલું પાણી ઉમેરવું.
  6. મઠ ચઠી જાય અને રસો ઉકળે પછી લીંબુનો રસ અને કોથમીર નાખી ગેસ બંધ કરીદો. તૈયાર છે કટ.
  7. હવે એક બીજા પેન માં 1 ચમચી તેલ લઈ તેમાં મરચાંની પેસ્ટ અને હીંગ નાખો. પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમા હળદર અને મીઠું નાખવું. અને બાફેલા બટેટા મેશ કરી ને નાખવા.
  8. બરાબર મિક્સ કરી તેમાં કોથમીર નાખી મિક્સ કરી લો. મિશ્રણ ને ઠંડું થવાદો.
  9. મિશ્રણ ઠંડું પડે એટલે તેમાંથી મિડિયમ આકારની ટીક્કી બનાવીલો.
  10. હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, મીઠું અને સોડા નાખી થીક પેસ્ટ બનાવી લો.
  11. તૈયાર કરેલ બટેટા ની ટીક્કી બેસન ની પેસ્ટમા બોડી તળીલો. આ રીતે બઘા બટેટા વડાને તૈયાર કરીલો.
  12. તૈયાર છે આપણા કટ અને વડા પીરસતી વખતે એક ડિશ મા કે બાઉલમાં કટ નાખો તેના પર વડો મુકો અને ઉપરથી ડુંગળી, કોથમીર અને ઝીણી સેવ નાખી પાવ અથવા બ્રેડ સાથે સર્વ કરો.
  13. તૈયાર છે આપણા કોલ્હાપુરી સ્પેશ્યલ કટ વડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર