હોમ પેજ / રેસિપી / કાઠિયાવાડી ઢોકળી નું શાક

Photo of Kathiyawadi dhokli nu shaak by Dr.Kamal Thakkar at BetterButter
0
4
0(0)
0

કાઠિયાવાડી ઢોકળી નું શાક

Oct-26-2018
Dr.Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠિયાવાડી ઢોકળી નું શાક રેસીપી વિશે

બેસન ની ઢોકળી ને છાસ માં વધારીને બનતું આ સ્વાદિષ્ટ શાક મને ખુબજ ભાવે છે.મારા નાની ના હાથ નું આ શાક બૌ સરસ બનતું હતું.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ગુજરાત
 • સાંતળવું
 • સાઈડ ડીશેસ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ઢોકળી માટે:
 2. બેસન ૧ કપ
 3. છાસ ૧ કપ
 4. સિંગ તેલ ૧ મોટી ચમચી
 5. લસણ મરચા નું પેસ્ટ ૧ ચમચી
 6. અજમો ૧/૨ નાની ચમચી
 7. હિંગ ૧/૪ નાની ચમચી
 8. મીઠું ૧ નાની ચમચી
 9. હળદર ૧/૨ નેની ચમચી
 10. લાલ મરચું ૧ નાની ચમચી
 11. ધાણા જીરું ૧ નાની ચમચી
 12. પાણી ૩/૪ કપ
 13. ગ્રેવી માટે:
 14. તેલ ૨ ચમચી
 15. લસણ ને લાલ મરચાં ની ચટણી ૧ મોટી ચમચી
 16. રાય ૧/૨ નાની ચમચી
 17. જીરું ૧/૨ નાની ચમચી
 18. હિંગ ૧/૪ નાની ચમચી
 19. મીઠો લીમડો ૬-૭ પાન
 20. સૂકા લાલ મરચાં ૨
 21. હળદર ૧/૨ નાની ચમચી
 22. લાલ મરચું ૧ ચમચી
 23. ધાણા જીરું ૧ નાની ચમચી
 24. મીઠું ૧ નાની ચમચી
 25. છાસ ૧ કપ
 26. પાણી ૧/૨ કપ
 27. કોથમીર ૧ મોટી ચમચી

સૂચનાઓ

 1. ઢોકળી બનાવા માટે પેલા એક પેન માં તેલ લઈશું.આમાં હિંગ,અજમો અને લસણ મરચા નું પેસ્ટ નાખીશું.
 2. એક મિનિટ સાંતળી ને ૩/૪ કપ પાણી નાખો.હળદર,મરચું,ધાણાજીરું ને મીઠું પણ ઉમેરો.
 3. પાણી થોડું ઉકળવા માંડે એટલે ધીમા તાપે ગેસ કરી છાસ ઉમેરો અને પછી બેસન.સતત હલાવતા રહેવું એટલે ગાઠા ના પડે.
 4. આ મિશ્રણ ને ધીમા તાપે સતત હલવાને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બધું એકરસ થઈને પેન ને છોડવા માંડે.
 5. ગેસ બંદ કરીને એક તેલ લગાવેલી ડીશ માં ઢાળી દો.
 6. એકદમ ઠંડુ થઈ જાય એટલે ચોરસ ટુકડા કરી લેવા.
 7. હવે શાક ની ગ્રેવી માટે એક પેન માં બે ચમચી તેલ લો.એમાં રાય,જીરું નાખો.
 8. રાય તતળી જાય એટલે હિંગ,લીમડો ને લાલ મરચાં ઉમેરો.
 9. પછી એક મોટી ચમચી લસણ ને લાલ મરચાં ની ચટણી ઉમેરો.
 10. બે મિનિટ સાંતળી લો એટલે લસણ નો કાચો સ્વાદ જતો રહે.પછી ૧/૨ કપ પાણી ઉમેરો.
 11. આમાં હળદર,મીઠું,મરચું ને ધાણાજીરું નાખો.
 12. થોડું ઉકળે એટલે એક કપ છાસ ઉમેરો.ધીમા તાપે હલાવો.
 13. આ રસો સરસ ઉકળવા માંડે એટલે ઢોકળી ઉમેરો.
 14. ઢાંકીને ૫-૭ મિનિટ ચડવા દો અને પછી કોથમીર નાખો.
 15. આપણું ગરમાગરમ ઢોકળી નું શાક તૈયાર છે.આને રોટલી,પરોઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર