BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / જુવર ના લોટ ની કઢી

Photo of Sorghum Flour Curry by Urvashi Belani at BetterButter
0
4
0(0)
0

જુવર ના લોટ ની કઢી

Oct-26-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જુવર ના લોટ ની કઢી રેસીપી વિશે

આ રેસીપી મેં દાદી પાસે થી શીખેલી છે, જેમાં લસણ ના ફ્લેવર ને જુવર ના લોટ સાથે મેળવી કઢી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/3 કપ જુવર નો લોટ
  2. 3 ચમચા તેલ
  3. 10 થી 12 કળી લસણ
  4. 3 કપ પાણી
  5. 1/2 ચમચી હળદર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 5 થી 7 આંબોળીયા (સુકવેલી કાચી કેરી)
  8. કોથમીર
  9. વઘાર માટે:
  10. 1 ચમચી તેલ
  11. 1 ચમચી રાઇ
  12. 1/4 ચમચી હિંગ
  13. 2 થી 3 આખા લાલ મરચાં
  14. 1 ચમચી લાલ મરચું

સૂચનાઓ

  1. લસણ ને વાટી લો.
  2. એક વાસણ માં તેલ ગરમ કરી લસણ નાખો.
  3. લસણ જ્યારે બ્રાઉન થાય ત્યારે તેમાં જુવર નો લોટ નાખો.
  4. 2 થી 3 મિનિટ લોટ ને ધીમી આંચ પર શેકો, જ્યારે લોટ નો રંગ થોડો ગોલ્ડન થાય ત્યારે પાણી નાખો.
  5. મીઠું, હળદર અને આંબોળીયા નાખી 10 મિનિટ ઉકાળો.
  6. હવે વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, હિંગ, આખા મરચા અને લાલ મરચું નાખી તરત જ કઢી માં નાખો.
  7. કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર